DHROLGUJARATJAMJODHPURJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

જામનગરના કુ.જોષીની કલા સાધના સફળ

કલામહાકુંભ ૨૦૨૫ – અમરેલીમાં પ્રદેશ કક્ષાની કુચીપુડી નૃત્ય સ્પર્ધામાં કુમારી મૈત્રી પી. જોષી પ્રથમ વિજેતા

અમરેલી જિલ્લામાં આ વર્ષે આયોજિત કલામહાકુંભ ૨૦૨૫ અંતર્ગત યોજાયેલી પ્રદેશ કક્ષાની કુચીપુડી નૃત્ય સ્પર્ધામાં કુમારી મૈત્રી પ્રકાશભાઈ જોષીએ પ્રથમ ક્રમ હાંસલ કરીને જામનગરનું નામ ઉજ્જવલ બનાવ્યું છે.

કલામહાકુંભ જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવવું માત્ર સ્પર્ધામાં જીતવું નથી, પરંતુ એક કલાસાધકના સપનાઓને નવી ઊંચાઈઓ તરફ લઈ જતું પાથેય છે. મૈત્રીની આ સિદ્ધિ માત્ર તેમની પ્રતિભાનું પ્રતિબિંબ નથી, પરંતુ તેમની સતત મહેનત, નિયમિત સાધના અને કલાપ્રેમનું ઉત્તમ ઉદાહરણ છે.

મૈત્રી જોષી તેમના ગુરુ શ્રીમતી નીતા બેન પી. આચાર્ય, શ્રી સરસ્વતી કુચીપુડી નૃત્ય સંસ્થાની પ્રતિભાશાળી માર્ગદર્શિકાના માર્ગદર્શન હેઠળ તાલીમ પ્રાપ્ત કરી રહ્યા છે. તેમના ગુરુની નૃત્યકલાની ઊંડાણપૂર્વકની સમજ અને સમર્પિત શિક્ષણ પદ્ધતિએ મૈત્રીના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ જીત દ્વારા મૈત્રીએ પોતાની સાથે સાથે પોતાના ગુરુનું ગૌરવ પણ વધાર્યું છે.

તે ઉપરાંત, શ્રીમતી પાર્વતી દેવી શાળા દ્વારા પણ મૈત્રીને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તમામ વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત તરીકે તેમની નોંધપાત્ર સિદ્ધિનું સ્વાગત કરવામાં આવ્યું છે.

કુમારી મૈત્રી  બ્રહ્મસમાજના યુવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે આ એક પ્રેરણારૂપ સિદ્ધિ બની રહ્યાં છે ત્યારે રાષ્ટ્રીય પરશુરામ સેના નાં રાષ્ટ્રીય સલાહકાર અને રાષ્ટ્રીય પ્રભારી શ્રી નિખિલભાઈ ભટ્ટ દ્વારા મૈત્રીની આ સફળતાને સમગ્ર બ્રહ્મ સમાજ માટે ગૌરવની બાબત છે અને ભાવિ કારકિર્દી માટે ઉત્તરોત્તર સિદ્ધિ હાંસલ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે કલા એ સાધનાથી જ નીખરે છે એકાગ્રતા,સતત અભ્યાસ,રૂચી,ઓતપ્રોત થવુ,કલામાં જીવનનુ નીરૂપણ …….આવી ઘણી બાબતોથી કલા ક્ષેત્રે સફળ થવાય  છે કેમકે   કોઇ પણ સાધના સિદ્વિ માટે નિરંતર અભ્યાસ જરૂરી છે તેમજ એ કલાના દરેક આયામો સાથેનો અભ્યાસ જરૂરી છે અને નૃત્ય જેવી બાબતમાં ઓતપ્રોત થઇને કલા પ્રસ્તુતિ થાય તેમજ આપણી અંદર રહેલા એ કલાની સિદ્ધીની સંપુર્ણ અનુભૂતિ બહાર આવે (અધુરી લાગતી પ્રસ્તુતી દર્શાવે છે કે સાધના અધુરી છે) ત્યારે તે દર્શનીય હોય છે

વળી ગાયન,વાદન અને નૃત્યના તાલબદ્ધ લયબદ્ધ સંયોજનને  સંગીત કહેવાય છે

 

__________________

રીગાર્ડઝ

ભરત જી.ભોગાયતા

B.sc.,L.L.B.,d.n.y.(GAU)
journalism (hindi)
પર્સોનલ મેનેજમેન્ટ (ડો.રાજેન્દ્રપ્રસાદ યુનિ.)

પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)

જામનગર

8758659878

bhogayatabharat@gmail.com

 

 

 

Back to top button
error: Content is protected !!