GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાળવવા નવલખી રોડ ખાતે શ્રમદાન કાર્યક્રમનું આયોજન કર્યું

 

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાળવવા નવલખી રોડ ખાતે શ્રમદાન કાર્યક્રમનું આયોજન કર્યું

 

 

મોરબી મહાનગરપાલિકાએ શહેરમાં સ્વચ્છતા જાળવવા નવલખી રોડ ખાતે વિશાળ શ્રમદાન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં અંદાજે ૨૫૦ નાગરિકો, અધિકારીઓ અને યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યો આ અભિયાનમાં જોડાયા હતા. સફાઈ દરમિયાન વિવિધ મશીનરીની મદદથી લગભગ ૩૦ ટન સોલિડ અને સી એન્ડ ડી કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૧૧ ડિસેમ્બરના રોજ નવલખી રોડ વિસ્તારમાં વિશાળ સ્વચ્છતા અભિયાન અને શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં કમિશ્નર, નાયબ કમિશ્નર સહિત મહાપાલિકા સ્ટાફે સક્રિય ઉપસ્થિતિ નોંધાવી હતી. સાથે સાથે યંગ ઇન્ડિયા ગ્રુપ તેમજ સ્થાનિક નાગરિકો સહિત કુલ અંદાજે ૨૫૦ જેટલા લોકો શહેર સ્વચ્છતા માટેના આ પ્રયાસમાં જોડાયા હતા. અભિયાન દરમિયાન ૧૪ ટ્રેક્ટર અને ૨ લોડર જેવી મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મશીનરીની મદદથી કુલ ૩૦ ટન સોલિડ વેસ્ટ તેમજ સી એન્ડ ડી વેસ્ટનો નિકાલ સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો. ત્યારે મહાનગરપાલિકા દ્વારા જણાવ્યું કે આ અભિયાનનો હેતુ શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાનો છે.

આ ઉપરાંત સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ ફેલાવવા માટે “શ્રમદાન ફોર મોરબી” નામનું વાર્ષિક કેલેન્ડર પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ સાથે મોરબી મહાનગરપાલિકાએ તમામ મોરબીવાસીઓને ભવિષ્યના આવા અભિયાનમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાવવા આહ્વાન કર્યું છે.

Back to top button
error: Content is protected !!