MORBI:મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં વિદેશી દારૂનુ ગોડાઉન ઝડપાયું

MORBI:મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં વિદેશી દારૂનુ ગોડાઉન ઝડપાયું
મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં, મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ પર શ્રી ગણેશ કોમ્પલેક્ષના પાર્કિંગમાં આવેલ ગોડાઉનમાંથી વીશાળ જથ્થામા ઇગ્લીશ દારૂ કિ.રૂ. ૯૧,૭૭,૪૮૦/ નો મુદામાલ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ .૯૪,૭૭,૪૮૦ નો મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે, મોરબી તાલુકાના ટીબડી ગામની સીમમાં મોરબી થી માળીયા (મિં) હાઇવે ઉપર શ્રી ગણેશ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં આવેલ ગોડાઉનમાં તેજસભાઇ મનુભાઇ વહેરા રહે-ટીબડી તા.જી.મોરબી વાળો ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી ચોરીછુપીથી તેનુ વેંચાણ કરે છે જે અન્વયે અલગ-અલગ ટીમો બનાવી. બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરતા ઇંગ્લીશ દારૂની કાચની નાની-મોટી કંપની શીલપેક અલગ-અલગ બ્રાન્ડની બોટલો/ નંગ-૯૫૧૬ કિ.રૂ.૮૫,૪૫,૨૦૦/- તથા બીયરના ૫૦૦ મીલી ટીન નંગ- ૩૦૦૦ કી.રૂ. ૬,૩૨,૨૮૦ તથા મહિન્દ્રા કંપની બોલેરો પીકઅપ રજી.નંબર જીજે-૧૩-ડબ્લ્યુ-૨૮૭૮ કીરૂ ૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૯૪,૭૭,૪૮૦ નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી બોલેરોનો માલિક તથા તેજસભાઇ મનુભાઇ વહેરા રહે-ધરમપુર તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






