BANASKANTHAGUJARATPALANPUR
ગઢના વયનિવૃત્ત વીજકર્મીનું સન્માન કરાયુ

12 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ગઢના વયનિવૃત્ત વીજકર્મીનું સન્માન કરાયુ.પાલનપુર તાલુકાના ગઢ ગામના વતની અને ભારત વિકાસ પરિષદના પ્રાંત સંયોજક ,સમાજસેવી ભરતભાઈ અંબાલાલ જોષી ઉ.ગુ.વીજ કંપનીમાં સબ ડીવીજન પાલનપુર શહેર પેટા વિભાગીય કચેરી ખાતે લાઇન ઇન્સ્પેક્ટર તરીકે પ્રમાણિકતાપૂર્વક સેવાઓ આપી વય નિવૃત્ત થતાં એમનું પાલનપુર ખાતે ગઢના સામાજિક અગ્રણીઓ અમૃતભાઇ દેસાઇ ( ગઢ ) , અશોકભાઈ ગામી , જયંતિભાઈ બાઇવાડિયા તેમજ ગોવિંદભાઈ પટેલ એ શાલ ઓઢાડી પુસ્તક આપી સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.




