ANANDANAND CITY / TALUKOGUJARAT
આણંદ નોટિસના 10 દિવસમાં પૂરાવા રજૂ ન કરતાં મનપાએ હોટલ સનરાઈઝ સીલ કરી.

આણંદ નોટિસના 10 દિવસમાં પૂરાવા રજૂ ન કરતાં મનપાએ હોટલ સનરાઈઝ સીલ કરી.
તાહિર મેમણ – આણંદ – 12/12/2025 – – આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આજે હોટલ સનરાઈઝને સીલ કરવામાં આવી છે. આ કાર્યવાહી મનપાની શરતોના ભંગ બદલ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે હોટલ સનરાઈઝના સંચાલક મોહમ્મદ આસીફ મિયા સેલિયાને નોટિસ પાઠવી હતી. 10 દિવસની સમયમર્યાદા પૂરી થયા છતાં પણ તેઓ યોગ્ય પુરાવા સાથે જવાબ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
આ કાર્યવાહી મનપા વિસ્તારમાં ચલાવવામાં આવી રહેલી આકસ્મિક ચેકિંગ ઝુંબેશનો એક ભાગ છે. હોટલ સનરાઈઝ રેલ્વે સ્ટેશન સામેના વિસ્તારમાં આવેલી દુકાન નંબર 1, શોપિંગ સેન્ટર અને ગેસ્ટ હાઉસની મ્યુનિસિપલ દુકાનોનો એક ભાગ છે.





