
રાજપીપળામાં શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, ખાતે જિલ્લા કક્ષાનો આત્મનિર્ભર ભારત અને કૌશલ્યોત્સવ 2025 કાર્યક્રમ યોજાયો
રાજપીપળા : જુનેદ ખત્રી
શ્રી એમ.આર. વિદ્યાલય,રાજપીપલામાં તા-12/12/2025 શુક્રવારના રોજ જિલ્લા કક્ષાનો આત્મનિર્ભર ભારત અને કૌશલ્યોત્સવ – 2025 નો કાર્યક્રમ યોજાયો જેમાં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, સ્વદેશી સંકલ્પનો શપથ ગ્રહણ કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શબ્દશરણ તડવી (માજી. ધારાસભ્ય), તથા જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.કિરણબેન એલ.પટેલ, નિર્ણાયક આઈ.ટી.આઈનાં ગામિત , શિક્ષણ વિભાગ વર્ગ-2 ના અધિકારી અને વિવિધ શાળાનાં આચાર્ય, શિક્ષક વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમનું સંચાલન વૈશાલીબેન પંવાર દ્વારા કરવામાં આવ્યું અને શાળાના આચાર્ય દ્વારા શાબ્દિક સ્વાગત અને પ્રસંગ અનુરૂપ આત્મનિર્ભર ભારત અને NEP 2020 બાબતે વિસ્તારથી સમજ આપી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વ્યવસાય બાબતે પ્રકાશ પાડ્યો અને અંતે શબ્દશરણ તડવી દ્વારા ડોલર સામે રૂપિયો મજબૂત થાય તે બાબતે ઊંડાણપૂર્વક સમજ આપી. ત્યારબાદ કૌશલ્યોત્સવ-2025 ની વોકેશનલ એજ્યુકેશનની કુલ 42 કૃતિ રજૂ કરવામાં આવેલ હતી જેમાં પ્રથમ ક્રમાંક – મા અને ઉમા. શાળા ગરુડેશ્વર, ટ્રેડ – IT/ITES, કૃતિ-જળ ચક્ર, દ્રિતીય ક્રમાંક – GLRS ડેડીયાપાડા, ટ્રેડ-હેલ્થકેર, કૃતિ-હિમોડાયાલિસીસ , તૃતીય ક્રમાંક – સરકારી મા અને ઉમા શાળા,ડુમખલ, ટ્રેડ-એગ્રિકલ્ચર કૃતિ-ગાય આધારિત કુદરતી ખેતી , તૃતીય ક્રમાંક – શ્રી સ્વામી નારાયણ હાઇસ્કૂલ કે. કોલોની, ટ્રેડ-ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર, કૃતિ-લેસર હોમ સિક્યોરીટી. પ્રથમ ત્રણ કૃતિઓને પ્રમાણપત્ર તથા શિલ્ડ આપી પ્રોત્સાહિત કર્યા. તમામ ભાગ લેનાર શાળાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.




