
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
માલપુર : કાટકુવા ગામની સીમમાં થી જુદી જુદી બ્રાન્ડની બોટલો/બિયર મળી ૨.૫૬.૬૧૪/ નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
માલપુર પોલીસ સ્ટેશનના પી.આઈ એ.આઈ ચાવડા નાઓની કરેલ સૂચના અને માર્ગદર્શન મુજબ માલપુર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અ.હે.કો નવનીતભાઈ સવજીભાઈ બકલ નં. ૬૬૮ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે કાટકુવા ગામનો નીતિનભાઈ ભલાભાઇ મકવાણા પોતાના રહેણાંકની નજીક આવેલ ડુંગરની તળેટીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે જે આધારે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા વિદેશી દારૂ ના અલગ અલગ બ્રાન્ડની બિયર કાચના ક્વાર્ટરિયા તથા પ્લાસ્ટિકના કોટરીયાઓ કુલ નંગ ૧૫૬૦ જેની કુલ કિંમત૨.૫૬.૬૧૪/ નો મુદ્દા માલ મળી આવતો આરોપી વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ફરાર આરોપી નિતીનભાઈ ભલાભાઇ મકવાણા ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા




