
વાત્સલ્યમ્ સમાચાર, પુજા ઠક્કર – મુંદરા કચ્છ
BJS લેડીસ વિંગ, ભુજ દ્વારા ‘સેવા સ્ક્વોડ’ સન્માન સમારોહમાં ત્રણ નિઃસ્વાર્થ સેવકોનું બહુમાન
મુંદરા,તા.12: ભારતીય જૈન સંગઠન (BJS) લેડીસ વિંગ ભુજ દ્વારા સમાજસેવાના ઉત્કૃષ્ટ કાર્યોને બિરદાવવા માટે BJS ફાઉન્ડેશન પ્રોગ્રામ હેઠળ “સેવા સ્ક્વોડ” સન્માન સમારોહનું આયોજન કચ્છ કાસા ભુજ ખાતે કરવામાં આવ્યું હતું. સમાજસેવા ક્ષેત્રે પોતાની નિસ્વાર્થ સેવા અને કાર્યો દ્વારા એક આગવી ઓળખ બનાવનાર પ્રબોધ મુનવર, મિતેશ શાહ અને રસીલા પંડ્યાના બહુમાન માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પ્રમુખ શ્રીમતી ગીતા પારેખએ મુખ્ય મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને સેવાને માત્ર એક કાર્ય નહીં પરંતુ માનવતાનું સાચું મૂલ્ય દર્શાવતી જીવનશૈલી ગણાવીને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. સન્માનિત મહેમાનોનો પરિચય સંગઠનની સભ્યો – રચનાબેન શાહ, કાજલ ગાંધી અને ડિમ્પલ ભણશાળીએ અનુક્રમે આપીને તેમની સેવાયાત્રા અને પ્રેરક પ્રયત્નોની માહિતી આપી હતી. કમિટી દ્વારા ત્રણેય મહાનુભાવોને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રતિભાવરૂપે પ્રબોધભાઈ, મિતેશભાઈ અને રસીલાબેને પોતાના સેવાકીય અનુભવો અને પ્રવૃત્તિઓ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી મનિષાબેન જે. મહેતા દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપપ્રમુખ પ્રીતિ શેઠ, દીપા શાહ, નિશા ખંડોર, મંત્રી મનિષાબેન મોરબિયા, મીરલ શાહ, ખજાનચી સરલા દોશી સહિત લેડીસ વિંગની અન્ય બહેનો ઉપસ્થિત રહી હતી.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



