નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી મિલકત ધારકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા જૂના વેરા બાકીના રકમના પુરેપુરા વસૂલાત માટે નોંધપાત્ર અને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકા વિસ્તારમાં રૂપિયા 73,90,421 નો કુલ વેરા બાકી રહેલો છે, જેમાંથી 50,000 રૂપિયાથી વધુના દરેક બાકીદારો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
આ કાર્યવાહી અંતર્ગત, મુખ્યત્વે વ્યાવસાયિક/વ્યાપારી મિલકત માલિકોને આખરી અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જે બાકીદારો તારીખ 17 ડિસેમ્બર, 2025 સુધીમાં તેમની બાકી રહેલી વેરાની રકમ ચૂકવણી નહીં કરે, તેમના વિરુદ્ધ નીચે મુજબની કડક પગલાં ભરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી સુવિધાઓ પર પ્રતિબંધ: ચુકવણી ન કરવાથી, બાકીદારોની મિલકતો પરથી પાણીની સુવિધા, ડ્રેનેજ કનેક્શન,વીજળી કનેક્શન (DGVCL દ્વારા સંકલનમાં) અને બિલ્ડીંગ ઉપયોગ પરવાનગી જેવી તમામ મહાનગરપાલિકાની સેવાઓ અટકાવવામાં તેમજ રદ્દ કરવામાં આવશે. આગળ વધીને, બાકી રકમના વસૂલાત માટે લીગલ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જેમાં મિલકત સીલિંગ અને અન્ય કાયદેસર પગલાંનો સમાવેશ થઈ શકે છે. આ કાર્યવાહીમાં લાઇટ બાબતે DGVCL નો સંપૂર્ણ સહકાર રહેશે અને વીજળી સુવિધા અટકાવવાના પગલાંમાં સંકલન રહેશે. જૂના વેરાની વસૂલાત માટેની આ કાર્યવાહી પારદર્શી રાખવા માટે, મહાનગરપાલિકા દ્વારા બાકીદારોની યાદી વોર્ડ મુજબની યાદી જાહેર કરવામાં આવી છે.



