ENTERTAINMENT
ગુજરાતી ફિલ્મ “જીવ”ના સોન્ગ્સમાં જોવા મળે છે કરુણાનો ભાવ

ગુજરાત : સત્ય ઘટનાથી પ્રેરિત અને માનવતા અને જીવદયા પર આધારિત હૃદયસ્પર્શી કહાની રજૂ કરતી ફિલ્મ “જીવ” 12મી ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મની સાથે સાથે પણ દર્શકો પર અમીટ છાપ છોડી રહ્યાં છે. “જીવ”ના ટાઇટલ સોન્ગ સહીત અન્ય 2 સોન્ગ્સ “ભરો કરમની થેલી” અને “ધબકારા” પસંદ આવી રહ્યાં છે. આ ત્રણેય સોન્ગમાં પણ “કરુણા”નો ભાવ જોવા મળે છે.
વિવાન ફિલ્મ્સ એલએલપી દ્વારા નિર્મિત અને જીગર કાપડીના નિર્દેશન હેઠળ બનેલી આ ફિલ્મ 12 ડિસેમ્બરે રાજ્યભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મના પ્રોડ્યુસર નીરવ મેહતા અને વિક્કી મેહતા છે. ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલ, સની પંચોલી, શ્રદ્ધા ડાંગર, યતીન કાર્યકર અને હેમાંગ શાહ મહત્વની ભૂમિકાઓમાં છે.
ફિલ્મના ટાઇટલ સોન્ગ “જીવ”ની વાત કરીએ તો તેના સંગીતમાં માનવતા અને જીવદયા સ્પષ્ટપણે રજૂ થાય છે. મિલિન્દ ગઢવી દ્વારા આ સોન્ગના શબ્દો લખાયા છે અને અભિષેક સોનીના અવાજમાં સ્વરબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે અભિષેક સોની એ જ મ્યુઝિક પણ આપ્યું છે. મ્યુઝિક પ્રોડક્શન દર્શન શાહ (ટ્રી હાઉસ સ્ટુડિયો)નું છે અને ફ્લુટ માન જાદવ દ્વારા રચિત છે. લિંક – https://www.youtube.com/watch? v=HfPnC73Pc30
‘ભરો કરમની થેલી’ સોન્ગ તેના નામની જેમ જ “કર્મ” પર આધારિત છે. તે દર્શાવે છે કે, જ્યારે ગામ ભેગું થાય, તે કરમ ફક્ત જરૂરિયાત પૂરી નથી કરતાં, તે હજારો જીવનું જીવન બદલી દે છે. જેનું મ્યુઝિક કેદાર-ભાર્ગવની જોડી એ આપ્યું છે અને શ્યામ સ્વર્ણકર, એકલવ્ય ભીલ અને શર્વ નાગર આ સોન્ગ ગાવામાં આવ્યું છે અને શબ્દો ચિરાગ ત્રિપાઠીના છે. મ્યુઝિક પ્રોડક્શન વત્સલ પટેલનું છે. લિંક – https://www.youtube.com/watch? v=Vw9BL-g5Fps
તાજેતરમાં જ રિલીઝ થયેલ “ધબકારા” સોન્ગમાં અબોલ જીવો માટે કરુણાભાવ દર્શાવ્યો છે. ‘સંદેશ આપે છે કે, જેને વાચા ના આપી એના ધબકારા તો સાંભળજે’ ધબકારા. આ સોન્ગના કમ્પોઝર અને સિંગર અભિષેક સોની છે અને શબ્દો છે મિલિન્દ ગઢવીના. મ્યુઝિક પ્રોગ્રામિંગ ઋત્વિજ જોશી, સ્ટુડિયો રેકોર્ડ શોટ નીલ વાઘેલા અને ક્રેડિટ્સ ટાઇટલિંગ કનિષ્ક તેજૂરા દ્વારા કરાયું છે. લિંક – https://www.youtube.com/watch? v=cg1yEDjotlg
ફિલ્મના મેકર્સનો વિશ્વાસ છે કે “જીવ” માત્ર એક ફિલ્મ નહીં પરંતુ માનવતા, કરુણા અને કર્યાના મૂલ્યોને ઉજાગર કરતી સંવેદનાત્મક સફર છે. હૃદયને સ્પર્શી જાય એવા સોન્ગ્સ અને સત્ય ઘટનાથી પ્રેરિત શક્તિશાળી કહાની દર્શકોને અંત સુધી જોડાઈ રાખશે. 12 ડિસેમ્બરે રિલીઝ થયેલ “જીવ” દરેક પરિવારે સાથે મળીને જોવા જેવી ફિલ્મ છે—કારણ કે, આ ફિલ્મ “જીવદયા”નો સંદેશ દરેક સુધી પહોંચાડે છે.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93


