Rajkot: હેરિટેજ કન્ઝર્વેશન વર્કશોપ અંતર્ગત રાજકોટ દરબાર ગઢની મુલાકાત લેતા પુરાતત્વવિદો

તા.૧૨/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ગઢ ખાતે રિસ્ટોરેશનની લાઇમ લીપીંગ પ્રક્રિયાની હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ કરતા છાત્રો
Rajkot: પુરાતત્વ વિભાગ, રાજકોટ તેમજ રમત, ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ હેઠળ નિયામકશ્રીની કચેરી પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ, ગાંધીનગર દ્વારા રાજકોટ ખાતે હેરિટેજ કન્ઝર્વેશન અને રીસ્ટોરેશન વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજ રોજ બીજા દિવસે સેમિનાર બાદ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ પધારેલા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા તથા એમ.એસ. યુનિવર્સીટીના આર્કિયોલોજીસ્ટ, મ્યુઝિયમોલોજીસ્ટ, પ્રોફેસર તેમજ આર્કિટેક્ચર્સ અને છાત્રોએ રાજકોટ દરબાર ગઢની મુલાકાત લીધી હતી. દરબાર ગઢમાં હાલ પુનઃનિર્માણનું કાર્ય ચાલી રહ્યું હોઈ આર્કિયોલોજીના છાત્રોને સ્થળ પર હેન્ડ્સ ઓન પ્રેક્ટિસનો લાભ મળ્યો હતો.
આર્કિયોલોજીસ્ટ શ્રી અનુપમ શહાએ છાત્રોને લાઇમ વર્ક અને કલરની સમજૂતી આપી હતી. ખાસ કરીને ગઢની એસ્થેટિક વેલ્યુ અને ઓરિજિનીટી જળવાઈ રહે તે માટે જે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે તે અંગે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
રાજકોટના રાજવી શ્રી માંધાતાસિંહજી જાડેજાએ સ્થળ પર તમામ લોકોનું સ્વાગત કર્યું હતું. તેઓએ રાજવી સ્થળના હેરિટેજ વેલ્યુઝ ધરાવતા દરબાર ગઢના તબક્કાવાર થનારા નિર્માણ અને તેમાં જુદી જુદી કામગીરી માટે કરવામાં આવેલ વિવિધ વિભાગોની માહિતી પુરી પાડી હતી.
પુરાતત્વવિદ અને છાત્રોએ દરબાર ગઢની ઝીણવટભરી કારીગીરીને નિહાળી ખુશી વ્યક્ત કરી હતી.
આ તકે રાજ્ય સરકારના આર્કિયોલોજી અને મ્યુઝિયમ વિભાગના ડાયરેક્ટર શ્રી પંકજ શર્મા, સહાયક પુરાતત્વ નિયામક શ્રી સિધ્ધા શાહ સહીત આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા તથા એમ.એસ. યુનિવર્સીટીના પ્રાધ્યાપકો, કેપ્ટન (રી.) જયદેવ જોશી સહીત આમંત્રિત મહેમાનો જોડાયા હતાં.



