GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના જાલીડા ગામે અગાઉ થયેલ માથાકૂટ ખાર રાખી ત્રણ વ્યક્તિઓ પર રિવોલ્વર સહિત ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો

WAKANER:વાંકાનેરના જાલીડા ગામે અગાઉ થયેલ માથાકૂટ ખાર રાખી ત્રણ વ્યક્તિઓ પર રિવોલ્વર સહિત ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો

 

 

વાંકાનેરના જાલીડા ગામના રહેવાસી અને પશુપાલનનો વ્યવસાય કરતા સાર્દુલભાઈ મેરાભાઈ લોહ ઉવ.૪૫એ આરોપી ભુપતભાઈ ઘુસાભાઈ હાડગરડા રહે.જાલીડા ગામ, જગમાલભાઇ હાડગરડા, જીવણભાઇ નારૂભાઇ હાડગરડા, જગાભાઈ ગોવિંદભાઈ સુસરા, વિપુલભાઈ કોળી તથા અજાણ્યા ત્રણ ઈસમો સહિત ૮ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી કે, અગાઉ આરોપી ભુપતભાઈ ઘુસાભાઈ હાડગરડા સાથે કારખાનામાં ડમ્પર ચલાવવા બાબતે માથાકુટ થઈ હતી, જેનો ખાર રાખી આરોપીઓએ આ હિંસક હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદી સાર્દુલભાઈ પોતાનું મોટરસાઈકલ લઈને ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે જાલીડા ગામ નજીમ તુલસી હોટલ સામે હાઈવે રોડ પર પહોંચતા આરોપી ભુપતભાઈ હાડગરડા અને વિપુલભાઈ કોળી રોડની સાઈડમાં ઉભા હતા. તેમણે ફરીયાદીને બોલાવી ગાળાગાળી કરી હતી અને આરોપી ભુપતભાઈએ પિસ્તોલ જેવું હથિયાર બતાવી ધમકી આપી હતી. બાદમાં આરોપીઓ પોતાની ગાડી તરફ જતા રહ્યા હતા. આ દરમિયાન ફરીયાદીના ભત્રીજા વિજય અને ભાણેજ રાહુલ ઉર્ફે મેહુલ ત્યાંથી પસાર થતા ફરીયાદીને જોઈ અટક્યા હતા. તે જ સમયે આરોપી ભુપતભાઈ, જગમાલભાઈ હાડગરડા, જીવણભાઈ નારૂભાઈ હાડગરડા, જગાભાઈ ગોવિંદભાઈ સુસરા તેમજ ત્રણ અજાણ્યા ઇસમોએ ગેરકાયદે મંડળી રચી એકસંપ કરી લોખંડના પાઈપ, કુહાડી અને લાકડાના ધોકા જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદી સહિત ત્રણેયને ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!