NANDODNARMADA

રાજપીપલા : નશા વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી, વનસ્પતિજન્ય લીલા ગાંજાના ૧૨.૫૦ લાખના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો

રાજપીપલા : નશા વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી, વનસ્પતિજન્ય લીલા ગાંજાના ૧૨.૫૦ લાખના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થોના ખરીદ- વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી તેમજ ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ કેસો કરવા પોલીસ મહાનિરિક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ, નર્મદા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ નાઓ દ્વારા “નો ડ્રગ્સ ઈન નર્મદા” અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે

પોલીસ ઇન્સસ્પેકટર એસઓજી કે.એ.વાળા નાઓને મળેલ બાતમી આધારે રેડ કરતા આરોપી મુન્નાભાઇ ચંપકભાઇ વસાવા નાઓના મોવી (બોરીદ્રા) ગામમાં આવેલ કરજણ ડેમના કિનારે તેઓના ખેતરમાં ગેરકાયદેસર રીતે વાવેતર કરેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના નાના મોટા છોડ નંગ ૨૨ વજન ૧૩.૦૫૦ કિલોગ્રામ જેની કુલ કિ.રૂ.૬,૫૨,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તથા વોન્ટેડ આરોપી ગણેશભાઇ રમેશભાઇ વસાવા નાઓના મોવી (બોરીદ્રા) ના ખેતરમાં ગેરકાયદેસર રીતે વાવેતર કરેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના નાના મોટા છોડ નંગ ૫૪ વજન ૧૧.૯૫૦ કિલોગ્રામ જેની કુલ કિ.રૂ.૫,૯૭,૫૦૦/- કુલ મળી વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના નાના મોટા છોડ નંગ ૭૬ વજન ૨૫ કિલોગ્રામ જેની કુલ કિ.રૂ.૧૨,૫૦,૦૦૦/- મુદ્દામાલ મળી આવતા રાજપીપલા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ.એકટ મુજબ નો ગુનો રજીસ્ટર કરાવી કાર્યવાહી કરવામાં આવી છે

Back to top button
error: Content is protected !!