ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ તાલુકામાં NRLM અંતર્ગત CLF વલુણા ની સાધારણ સભાનું આયોજન

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકામાં NRLM અંતર્ગત CLF વલુણા ની સાધારણ સભાનું આયોજન

 

મેઘરજ તાલુકામાં NRLM યોજના અંતર્ગત કાર્યરત CLF (ક્લસ્ટર લેવલ ફેડરેશન) વિકાસ – વલુણાની સાધારણ સભાનું આયોજન આજ રોજ ગ્રામ સેતુ આશ્રમ, વલુણા ગામ ખાતે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં માન. તાલુકા વિકાસ અધિકારી, APM–D આનંદભાઈ જોશી , તાલુકા લાઈવહુડ મેનેજર, APM–T  ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ગ્રામ સંગઠનના પદાધિકારીઓ જેમ કે પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી તેમજ જનરલ બોડી, બેંક લિંકેજ સબ કમિટી, સોશિયલ એક્શન સબ કમિટી, ખરીદી/એસેટ વેરિફિકેશન કમિટી, લાઈવલીહુડ સબ કમિટી, મોનિટરિંગ સબ કમિટીના સભ્યો, તમામ બહેનો અને NRLM સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.સભા દરમિયાન CLF સાથે જોડાયેલી બહેનોને વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ આજીવિકા વધારવા માટે નવા સ્ટાર્ટઅપ, સ્વરોજગાર અને આત્મનિર્ભર બનવાના અવસરો અંગે માર્ગદર્શન આપી બહેનોને પગભર બનવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ સાધારણ સભા દ્વારા બહેનોમાં જાગૃતિ વધતા સાથે NRLM યોજનાના હેતુઓને વધુ મજબૂતી મળી હોવાનું જણાયું.

Back to top button
error: Content is protected !!