ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લાની ગુજેરી પ્રાથમિક શાળાના શિક્ષકને મનાલી ખાતે રાષ્ટ્રીય પર્યાવરણ મિત્ર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લાની ગુજેરી પ્રાથમિક શાળાના શિક્ષકને મનાલી ખાતે રાષ્ટ્રીય પર્યાવરણ મિત્ર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા

અરવલ્લી જિલ્લાની ધનસુરા તાલુકા ની ગુજેરી પ્રાથમિક શાળા ના શિક્ષક શ્રી વિમલકુમાર.જે .પ્રિયદર્શી નું મનાલી હિમાચલ પ્રદેશ ખાતે રાષ્ટ્રીય પર્યાવરણ મિત્ર પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું.CENTER FOR ENVIRONMENTAL EDUCATION ( CEE ) સંસ્થા અમદાવાદ તેમજ WIPRO FOUNDATION ના સહયોગથી રાષ્ટ્રવ્યાપી પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવે છે. આ શૈક્ષિણક કાર્યક્રમમાં ધનસુરા તાલુકા ની ગુજેરી પ્રાથમિક શાળા ,જૂથ: શિકા ના વિદ્યાર્થીઓએ ભાગ લઈ રીજીયોનલ કક્ષાએ વિજેતા થતા શાળાના માર્ગદર્શક શિક્ષક  વિમલકુમાર.જે. પ્રિયદર્શી નું રાજ્ય કક્ષાએ શિક્ષણ વિભાગ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમનું હાલ માં મનાલી ( હિમાચલ પ્રદેશ ) ખાતે પણ રાષ્ટ્રીય કક્ષાએ Earthian paryavaran Mitra award થી સન્માન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો જેમાં વિવિધ રાજ્યોની 40 જેટલી શાળાઓને આ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી હતી.આ કાર્યક્રમ માં મનાલી ના માનનીય સાંસદ સભ્ય તેમજ અન્ય આમંત્રિત મહેમાનો ના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!