
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજના બેડઝ પાસે રિક્ષા અને બાઇક અથડાતા સર્જાયો ગંભીર માર્ગ અકસ્માત, 1 નું મોત 2 ઘાયલ
મેઘરજ તાલુકાના બેડઝ ગામ નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બાઇક અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષામાં સવાર એક પેસેન્જરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માત સમયે રિક્ષામાં કુલ ત્રણ વ્યક્તિઓ સવાર હતા. અકસ્માતની ગંભીરતા કારણે રિક્ષા સવાર એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.અકસ્માતમાં બાઇક ચાલક તેમજ રિક્ષા ચાલકને પણ ગંભીર ઇજાઓ પહોંચતા બંનેને વધુ સારવાર માટે મોડાસા ખાતે રિફર કરવામાં આવ્યા છે. મૃતકનું નામ જગાભાઈ રોમાજી પગી (ઉંમર 70 વર્ષ), રહે. નાથાવાસ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલાઓમાં વિકચંદભાઈ કોદરાભાઈ ચમાર (ઉંમર 65 વર્ષ), રહે. કૂણોલ, તેમજ નરેન્દ્રભાઈ ભગવાનભાઈ જયસ્વાલ (ઉંમર 60 વર્ષ), રહે. નાથાવાસનો સમાવેશ થાય છે.ઘટનાની જાણ થતાં મેઘરજ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતના સાચા કારણોની તપાસ ચાલી રહી છે





