BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચમાં શાળાના વિદ્યાર્થીઓને આવવા-જવા માટે ઉપયોગમાં લેવાતા ટ્રાન્સપોર્ટેશન વાહનોના અયોગ્ય પાર્કિંગના કારણે સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિ પર અંકુશ મેળવવા શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.

સમીર પટેલ, ભરૂચ

 

શાળાના વિદ્યાર્થીઓને આવવા-જવા માટે ઉપયોગમાં લેવાતા ટ્રાન્સપોર્ટેશન વાહનોના અયોગ્ય પાર્કિંગને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાના પગલે જિલ્લા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. કલેકટર દ્વારા રોડ સેફ્ટી સમિતિની બેઠકમાં શાળાના વાહનો માટે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા કરવાની કડક સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા દરેક શાળા સંચાલકોને પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં જણાવ્યા અનુસાર શાળાના બસ, વેન તથા અન્ય વાહનો ઘણી વખત શાળાના કેમ્પસની બહાર જાહેર માર્ગ પર પાર્ક કરવામાં આવતા હોવાથી સામાન્ય જનતા તેમજ વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સવાર અને સાંજના સમયમાં ટ્રાફિકજામની સમસ્યા વધુ ગંભીર બની રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ તેમના ટ્રાન્સપોર્ટેશન વાહનો માટે શાળાના કેમ્પસની અંદર અથવા જાહેર માર્ગને નડતર ન થાય તેવી યોગ્ય જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા સુનિશ્ચિત કરે. સાથે સાથે વિદ્યાર્થીઓને મૂકવા તથા લેવા આવતા વાલીઓને પણ વ્યવસ્થિત રીતે વાહન પાર્ક કરવા અને ભીડ ન કરવા માટે માર્ગદર્શન આપવાનું રહેશે. આ સૂચનાઓના પાલન માટે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.જો કોઈ શાળા દ્વારા આ નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!