નવસારી મનપા દ્વારા સંચાલિત પશુઓ માટે બનાવેલા પશુવાડામાં ગંભીર બેદરકારીના કારણે ત્રણ ગૌમાતાઓના મોંત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
ગૌરક્ષક રાકેશ શર્મા નવસારી
નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા પશુઓને દુધિયા તળાવ પાસે પશુવાડામાં રાખવામાં આવ્યા છે.નવસારી શહેરના ગૌરક્ષકોને ત્રણ ગૌમાતા મૃત્યુ પામી છે. અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ તે મૃતદેહોને ટ્રેક્ટરમાં ભરી બંદર રોડ સ્થિત ડમ્પયાર્ડ તરફ લઈ ગયા છે.જે અંગે જાણ મળતાં ગૌરક્ષક રાકેશભાઈ શર્મા સાજનભાઈ ભરવાડ અને મોહિતભાઈ હિરાણી તાત્કાલિક પશુવાડા પર પહોંચ્યા હતા ત્યાં પૂછપરછ કરતા હાજર કર્મીઓ ખોટું બોલી જણાવેલ કે અહીં એવું કોઈ બનાવ બન્યું નથી પરંતુ સ્થળ પર JCBના ટાયરનાં સ્પષ્ટ નિશાન જોવા મળતાં ગૌરક્ષકો ટીમ તાત્કાલિક બંદર રોડ ડમ્પયાર્ડ પહોંચ્યા હતા.જ્યાં પ્લાસ્ટીકના કચરામાં ત્રણ મૃત ગૌમાતાઓને ફેંકી દેવાયેલ દુર્ગંધ મારતાં અનેક ગૌમાતાઓના સડેલી હાલતમાં દ્રશ્યો જોવા મળતા અરેરાટી મચી જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી.જ્યારે નગરપાલિકાના દ્વારા સંચાલિત પશુવાડા સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી હતી. જ્યાં ત્રણ ગાયો અતિ ગંભીર રીતે બીમાર દયનીય હાલતમાં જોવા મળતાં તાત્કાલિક જિલ્લા નિયામક અધિકારી ડૉ. મહેશ પટેલને જાણ કરી હતી તેઓ એ બે પશુ એમ્બ્યુલન્સ ડોક્ટરો સાથે માત્ર 15 મિનિટમાં મોકલાવી હતી સારવાર શરૂ કરાઈ હતી એક ગાયને વધુ સારવાર અર્થે કરુણા મંડળ શાંતાદેવી ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યારે આ ગૌમાતાઓનાં મોંત અંગે પૂછતા હાજર ડોક્ટરો એ ભૂખમરા ને કારણે મોત થયા હોવાનું પ્રાથમિક તારણ બતાવ્યું હતું શંકા જતા ત્યાં સંચાલકો પાસેથી જાણકારી મેળવતા તેઓ જણાવ્યો હતો કે છેલ્લા ચાર દિવસમાં માત્ર 200 પુડા ઘાસ પૂરા પાડવામાં આવે છે
એટલે કે દરરોજ માત્ર 50 પુડા ઘાસ 150 જેટલી ગાયો માટે જે અપૂરતું ખોરાક છે.વધુમાં પાણીની વ્યવસ્થા પણ યોગ્ય ન હતી તેમજ ત્યાં શાકભાજી માર્કેટનો સડેલો કચરો કાંદાના છોતરા, સડેલું શાક થ્રી-વ્હીલ ટેમ્પોમાં ભરેલી હાલતમાં જોતા સ્ટાફે કહ્યું કે “આ ગાયો માટે છે”, જે ગૌમાતાઓના આરોગ્ય માટે ઘાતક છે. જ્યારે આ પરિસ્થિતિ જોતા ગૌરક્ષકો જણાવ્યો હતો નવસારી મ્યુનિસિપલ તંત્ર દ્વારા ગૌરક્ષા અને સ્વચ્છતાના નામે માત્ર જાડુ હાથમાં લઈ દેખાડો કરવામાં આવી રહ્યો છે. હિંમત હોય તો ડમ્પીંગ યાર્ડમાં સફાઈ કરે ત્યારે પ્લાસ્ટિક મુક્ત નવસારી સ્વચ્છ નવસારી નો સિમ્બોલ સાર્થક થતું જણાય..




