આણંદ – સરકારી અને મનપાની જમીન થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની કાવાયત હાથ ધરવામાં આવી

આણંદ – સરકારી અને મનપાની જમીન થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની કાવાયત હાથ ધરવામાં આવી
તાહિર મેમણ – આણંદ – 16/12/2025 – આણંદ શહેર મહા નગર પાલિકા માં ફેરવાયા બાદ હાઇકોર્ટના આદેશ બાદ શહેરના વિવિધ વિસ્તારમાં સરકારી અને મનપાની જમીન થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની કાવાયત હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર કરમસદ આણંદ મનપા વિસ્તારમાં આવેલ ટીપી 1 ના ધાસવાલા હાઇસ્કૂલથી રત્નદીપ સોસાયટીથી મુખ્યમાર્ગ તરફ જતા માર્ગ પરના ફાઇનલ પ્લોટનં 479 પર ગેરકાયદે દબાણ કરી ઝુંપડપટ્ટી ઉભી કરવામાં આવી હોવાનું સ્થાનિક નાગરિક રિયાઝ વ્હોરા દ્વારા છેલ્લા બે વર્ષથી પાલિકા ચીફ ઓફિસર જે હાલમાં મનપા કમિશ્નર સહિત પ્રાદેશિક કમિશ્નર વડોદરા તથા સ્વાગત કાર્યક્રમ દરમ્યાન રજૂઆત કરતાં છતાં ઉકેલ આવતો ન હતો. આખરેસમાચારપત્રો માં અહેવાલ પ્રસિદ્ધ થતાં આજે મનપા કમિશ્નર બાપના સદર સ્થળે પહોંચી સ્થળ તપાસ હાથ ધરી હતી.મનપાએ જૂના નકશા ખોલીને શહેરના માર્ગો સહિત મનપા હસ્તક કે સરકાર હસ્તકના પ્લોટમાં થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે કવાયત હાથ ધરી છે. શહેરના તમામ વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે તેમ મનપા કમિશ્નર મિલિન્દ બાપના જણાવ્યું હતું.
જેના ભાગરૂપે આણંદ શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમા ઓવરબ્રિજ થી મહેન્દ્ર શાહ ચોકડીએ સુધી મનપા કમિશ્નર મિલિન્દ બાપનાએ મુલાકાત લઇને જાતે ઉભા રહીને રોડ બંને બાજુએ માપણી કરવાની રોડથી 10 ફૂટ સુધી ગરેકાયદે ઉભા કરાયેલા હોડિંગ, બેનેરો સહિત દબાણો દૂર કરીને રસ્તાની બંને બાજુએ ફૂટપાથ ખુલ્લો કરવાની સુચના આપી હતી. તેમજ ટીપી 1 આવેલા મહાવીર ઝુંપડપટ્ટીની મુલાકાત લઇને ગેરકાયદે દબાણો દૂર કરવા માટે કવાયત હાથ દરવામાં આવી છે





