AHAVADANGGUJARAT

ડાંગ: વાસુર્ણા ખાતે 101 આદિવાસી યુગલો માટે સમૂહ લગ્નોત્સવ,શૈક્ષણિક,સંસ્કારનો સમન્વય સાથે પ્રભુતામાં પગલા માંડ્યા…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના સાપુતારા નજીક આવેલા વાસુર્ણા  ગામ સ્થિત તેજસ્વીની સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ  ડાંગ જિલ્લાના આદિવાસી યુગલો માટે સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો. આ સમૂહલગ્નમાં અંદાજે 101 યુગલો એ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. તારીખ 13 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઇ ગયેલા કાર્યક્રમમાં નજીકના  આદિવાસી સમૂહના સભ્યોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તેજસ્વીની સંસ્કૃતિ ધામ ના  બ્રહ્મવાદિની પૂજ્ય હેતલ દીદી અને આચાર્ય કેતનબાપુ દ્વારા થયું હતું.

તેમના આશીર્વાદથી આ સમગ્ર સેવા યજ્ઞ યોજાઈ ગયો. આ લગ્ન સમારંભ ના આગલા દિવસે  આદિવાસી દ્વારા પોતાનો સાંસ્કૃતિક – પ્રાકૃતિક કાર્યક્રમ અને ડુંગર દેવની પૂજા સાથે થયો. ત્યારબાદ તારીખ 14 મીના રોજ સવારથી શરૂ થયેલા સવારથી શરૂ થયેલા કાર્યક્રમ અંતર્ગત આમંત્રિત મહેમાનોનું સ્વાગત પરિચય અને અભિવાદન સાથે શરૂ થયેલા સમારંભને અંતે તમામ  યુગલોના સગા સંબંધી  સહિત જાનનું આગમન, હસ્તમેળાપ અને મંગળફેરા સહિત શાસ્ત્રોક્ત વિધિથી સંપૂર્ણ લગ્ન સમારંભ પૂર્ણ થયો હતો. આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય શ્રી ભારદ્વાજગીરી, શ્રી પી.પી સ્વામીજી, પૂ.વિનુબાપુ હાલોલ, શ્રી તારાચંદ બાપુ,અન્ય સંતો- મહંતો,  ગુજરાત રાજ્યના મંત્રીશ્રી નરેશ પટેલ , સાંસદ ધવલ પટેલ,ગુજરાત વિધાનસભાના દંડક વિજય પટેલ,પૂર્વ સાંસદ લાલુભાઇ દમણ તેમજ લગ્ન સારથીશ્રી અશોકભાઈ ગજેરા ,ચંદુભાઈ ગડારા, ચતુર ભાઈ મોરજા, તેમજ સમાજના અન્ય શ્રેષ્ઠીઓની તેમજ દાતાઓની ઉપસ્થિતિ આ કાર્યક્રમનું આકર્ષણ બની રહી હતી. તેજસ્વિની ચેરિટેબલ ટ્રસ્ટના મંત્રીશ્રી નિમિષા નાયક, ટ્રસ્ટીશ્રી દિનેશભાઈ દેલવાડિયા,શ્રી ધનસુખભાઈ,શ્રી ચેતનભાઇ અને તેમની ટીમ દ્વારા આ સફળ આયોજન શક્ય બન્યું હતું. આ તબક્કે તેજસ્વીની ધામ દ્વારા આગામી સમયમાં ડાંગ જિલ્લાની દીકરીઓ માટે શિવાશ્રય કન્યા છાત્રાલય ની શરૂઆતના ટૂંકમાં સંકલ્પના બીજ રોપવામાં આવ્યું હતું ,જેને તમામ મહેમાનો અને  દાતાશ્રીઓએ  ઉમદા પ્રતિસાદ આપ્યો હતો.લગ્ન માં ઉપસ્થિત આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે તેમના વિભાગમાંથી તેજસ્વિની સંસ્કૃતિ ધામ કન્યા છાત્રાલય માટે 30 લાખ, સાંસદ ધવલ પટેલે રૂપિયા 5 લાખ, ધારા સભ્ય વિજયપટેલે પણ રૂપિયા 5 લાખ ની સહાય ની જાહેરાત કરી હતી. સમગ્ર લગ્ન સમારંભના અંતે તમામ યુગલોને કરિયાવર રૂપે ઘરવખરી, દાગીનાઓ, વસ્ત્રો તેમજ સોનાની નથણી તથા અન્ય 100 જેટલી વસ્તુઓ ભેટ સ્વરૂપે આપી કન્યાદાન થયું હતું .કરિયાવરમાં આપવામાં આવેલ આદિવાસીઓ ના વાઘદેવતા તથા સનાતન ધર્મ ના દેવીદેવતાઓનું મંદિર સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.આશરે દસ હજાર વ્યક્તિઓ દ્વારા ભોજનપ્રસાદી લીધા બાદ  અંતે કન્યા વિદાય સાથે લગ્ન ઉત્સવ પૂર્ણ થયો હતો.તેજસ્વિની સંસ્કૃતિ પરિવાર દ્વારા સારથી શ્રી અશોકભાઈ,અતુલભાઈ,..રાજકીય,સામાજિક,દાનવીર ભામાશા સૌનો આભાર વ્યક્ત કરવા માં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!