GUJARATPANCHMAHALSHEHERA

શહેરાના તાડવા વણઝારા ફળીયા પ્રાથમિક શાળા ખાતે ઉર્જા સંરક્ષણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સ્માર્ટ મીટર અને વીજ બચત અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા શહેરા-૧ સબ ડિવિઝન હેઠળ આવતી તાડવા વણઝારા ફળીયા પ્રાથમિક શાળા ખાતે ઉર્જા સંરક્ષણ અને વીજ સલામતી અંગેના જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભાવિ પેઢી એવા બાળકોમાં વીજળીનો વ્યય અટકાવવા અને સુરક્ષિત વીજ વપરાશ અંગે જાગૃતિ લાવવાનો હતો.આ કાર્યક્રમમાં ગોધરા વિભાગીય કચેરીના ડેપ્યુટી ઈજનેર સુરેશ સોલંકી, શહેરા-૧ પેટા વિભાગીય કચેરીના ડેપ્યુટી ઈજનેર આકાશ માણિયા તેમજ જુનિયર ઈજનેર મયંક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓએ શાળાના બાળકોને ખૂબ જ સરળ શૈલીમાં નીચે મુજબના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક સમજણ આપી હતી ઘરમાં વીજળીની બચત કેવી રીતે કરી શકાય અને બિનજરૂરી વીજ વપરાશ ટાળવાના ફાયદા. ચોમાસા દરમિયાન કે ઘરમાં વીજ ઉપકરણો વાપરતી વખતે રાખવી પડતી સાવચેતીઓ. હાલમાં ચર્ચામાં રહેલા સ્માર્ટ મીટરની કાર્યપદ્ધતિ અને તેનાથી ગ્રાહકોને થતા લાભો વિશે વિસ્તૃત માહિતી અપાઈ હતી.વીજ ચોરી ન કરવી અને તેને અટકાવવા માટે જનજાગૃતિ કેમ જરૂરી છે તે સમજાવ્યું હતું. આ ઉપરાંત નવું વીજ કનેક્શન મેળવવાની પ્રક્રિયા વિશે પણ જાણકારી આપવામાં આવી હતી.શાળા પરિવારનો સહયોગ કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય રમેશભાઈ પરમાર દ્વારા તમામ વીજ અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોથી બાળકોમાં ઉર્જા પ્રત્યેની સમજ વધે છે, જે સમાજ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના સ્ટાફ અને વીજ કંપનીના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!