MEHSANAVIJAPUR

વિજાપુરના જેપુર (ફલૂ) હદ વિસ્તારમાં તળાવમાં ડૂબી ગરીબ પરિવારના યુવાનનું મોત

પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ – સરકારી સહાયની ઉઠી માંગ

વિજાપુરના જેપુર (ફલૂ) હદ વિસ્તારમાં તળાવમાં ડૂબી ગરીબ પરિવારના યુવાનનું મોત પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ – સરકારી સહાયની ઉઠી માંગ

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના જેપુર (ફલૂ) ગામની હદમાં આવેલા બીલીઝર તળાવમાં સિંઘોડા વીણવા ગયેલા એક ગરીબ પરિવારના યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું છે. રોજીરોટી માટે મજૂરી આધારિત જીવન જીવતો પરિવાર આજે અચાનક કમાઉ દીકરાને ગુમાવતા ભારે આઘાતમાં મૂકાઈ ગયો છે.પ્રાપ્ત વિગતો મુજબ મકરાણી દરવાજા વિસ્તાર, વિજાપુર ખાતે રહેતા ભોઈ મિતેષભાઈ વિનોદભાઈ ઉંમર અંદાજે 23 વર્ષ ગઈકાલે સાંજના સમયે સિંઘોડા વીણવા માટે બીલીઝર તળાવ ખાતે ગયા હતા. આ દરમિયાન પગ લપસતા તેઓ તળાવના ઊંડા પાણીમાં ફસાઈ ગયા અને ડૂબી ગયા હતા.ઘટનાની જાણ થતા નગરપાલિકા ફાયર બ્રિગેડ તેમજ મહેસાણા મહાનગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રાતભર શોધખોળ કામગીરી હાથ ધરાઈ હતી. ભારે જહેમત બાદ આજે વહેલી સવારે તળાવમાંથી યુવકની લાશ બહાર કાઢવામાં આવી હતી. બાદમાં લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.મૃતક મિતેષભાઈ ગરીબ પરિસ્થિતિમાંથી આવતા હતા અને પરિવારના મુખ્ય આધારસ્તંભ હતા. તેમના અચાનક અવસાનથી પરિવારના પાલનપોષણનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. માતા-પિતા તથા પરિવારજનોએ રોકકળ મચાવી હતી.બનાવને ઘટનાસ્થળે હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.આ દુર્ઘટનાથી સમગ્ર વિજાપુર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આશાસ્પદ યુવકના મોત ના કારણે પરિવાર આ કઠિન પરિસ્થિતિમાં મુકાઈ ગયો છે

Back to top button
error: Content is protected !!