NANDODNARMADA

નર્મદા જિલ્લામાં ૧૯૬૨ પશુ ઇમરજન્સી સેવાની સરાહનીય કામગીરી : ભેંસને ગર્ભાશયની ગંભીર પીડામાંથી મુક્ત કરાવી

નર્મદા જિલ્લામાં ૧૯૬૨ પશુ ઇમરજન્સી સેવાની સરાહનીય કામગીરી : ભેંસને ગર્ભાશયની ગંભીર પીડામાંથી મુક્ત કરાવી

 

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

ગુજરાત સરકાર દ્વારા EMRI GHS મારફતે કાર્યરત ૧૯૬૨ પશુ ઇમરજન્સી સેવા રાજ્યભરમાં પશુપાલકો માટે જીવનદાયી સાબિત થઈ રહી છે. નર્મદા જિલ્લામાં આ સેવાની તાત્કાલિક અને માનવતાભરી કામગીરીનું એક ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં નાંદોદ તાલુકાના લાછરસ ગામે જોવા મળ્યું હતું.

 

લાછરસ ગામના રહેવાસી શ્રી પ્રહલાદભાઈ વસાવાની ભેંસને ગર્ભાશય બહાર આવી જવાની ગંભીર તકલીફ સર્જાતા પશુ અસહ્ય પીડામાં મુકાઈ ગયું હતું. આ પરિસ્થિતિમાં પશુપાલક દ્વારા તાત્કાલિક EMRI GHS સંચાલિત પશુ હેલ્પલાઇન નંબર ૧૯૬૨ પર સંપર્ક કરવામાં આવ્યો હતો.

કોલ મળતાની સાથે જ રાજપીપળા ખાતે ફરજ પર રહેલી ૧૯૬૨ MVD & KAA કરુણા એમ્બ્યુલન્સ તાત્કાલિક લાછરસ ગામના સ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળે ફરજ પર હાજર ડૉ. અદનાન જાડિયા, ડૉ. પ્રજ્ઞા વસાવા તેમજ પાઇલોટ કમ ડ્રેસર શ્રી મહેશ તડવી અને શ્રી અલ્પેશ બારીયા દ્વારા તાત્કાલિક નિરીક્ષણ હાથ ધરી સારવારની કાર્યવાહી કરી હતી.

 

ડોક્ટરો દ્વારા કરાયેલા નિરીક્ષણમાં ભેંસનું ગર્ભાશય સંપૂર્ણપણે બહાર આવી ગયેલું હોવાનું જાણવા મળ્યું હતું. અત્યંત નાજુક સ્થિતિમાં પણ ટીમે સંયમ, કુશળતા અને તબીબી નિપુણતા સાથે લગભગ એક કલાકની મહેનત બાદ ભેંસને સફળતાપૂર્વક ગર્ભાશયની પીડામાંથી મુક્ત કરી પશુજીવન બચાવ્યું હતું.

 

આ ઘટના દરમિયાન પ્રત્યક્ષદર્શી બનેલા પશુપાલક અને સ્થાનિક રહેવાસીઓએ ૧૯૬૨ પશુ ઇમરજન્સી સેવાનો લાભ મળ્યો હોવાનો સંતોષ વ્યક્ત કરી ગુજરાત સરકારની આ મહત્વપૂર્ણ પશુ આરોગ્ય સેવાને બિરદાવી હતી. સમયસર સહાય મળવાથી પશુપાલકોના આર્થિક નુકસાનને પણ ટાળવામાં સફળતા મળી હતી.

 

ગુજરાત સરકારની ૧૯૬૨ પશુ ઇમરજન્સી સેવા રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં પણ પશુપાલકો માટે આશાની કિરણ બની રહી છે. પશુ કલ્યાણ તેમજ ગ્રામ્ય અર્થતંત્રના સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. જેમની સ્ટેકહોલ્ડર અને પ્રોગ્રામ મેનેજર ડો. પંકજ મિશ્રા તથા શ્રી અજયભાઈ ચૌધરીએ પ્રશંસા કરી હતી.

Back to top button
error: Content is protected !!