ગોગા સ્ટીક સંદર્ભે પરિપત્રના અમલ માટે વિજાપુર પોલીસની તાત્કાલિક કાર્યવાહી 100 થી વધુ દુકાનો ની ચેકીંગ હાથ ધરાઈ

ગોગા સ્ટીક સંદર્ભે પરિપત્રના અમલ માટે વિજાપુર પોલીસની તાત્કાલિક કાર્યવાહી 100 થી વધુ દુકાનો ની ચેકીંગ હાથ ધરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામાના સત્વરે અમલ માટે પોલીસ તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. પરિપત્રના અમલને લઈને જવાબદાર પોલીસ અધિકારી વનરાજસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમનું વર્ક બનાવી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ગોગા સ્ટીક, રોલીંગ પેપર અને સ્મોકીંગ કોનના સંદર્ભે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ કાર્યવાહી દરમિયાન શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પાન પાર્લર, ચાની દુકાનો અને છુટક કરિયાણાની દુકાનો સહિત 100થી વધુ દુકાનોની તપાસ કરવામાં આવી હતી. ચેકિંગ દરમ્યાન વેપારીઓને સરકારના જાહેરનામાની જાણ કરી ગોગા સ્ટીક, રોલીંગ પેપર, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનું સંગ્રહ, વેચાણ કે વિતરણ કરવા પર પ્રતિબંધ હોવાનું સમજાવવામાં આવ્યું હતું.
પોલીસ દ્વારા વેપારીઓને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. યુવા વર્ગમાં નશાની પ્રવૃત્તિ અટકાવવા માટે આ કાર્યવાહી મહત્વની હોવાનું પોલીસ તંત્રએ જણાવ્યું હતું. આગામી સમયમાં પણ પરિપત્રનો કડક અમલ કરાવવા માટે આવા ચેકિંગ અભિયાન સતત ચાલુ રહેશે.





