પાડલીયા ગામમાં જે ઘટના ઘટી હતી, તેની સત્યતા ચકાસવા AAP ધારાસભ્ય ચૈતર વસાવા પાડલીયા ગામ પહોંચ્યા

17 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાડલીયા ગામમાં જે ઘટના ઘટી હતી, તેની સત્યતા ચકાસવા AAP ધારાસભ્ય ચૈતર વસાવા પાડલીયા ગામ પહોંચ્યા.પાડલીયા ગામની ઘટના પાછળ કોઈ નાના નહીં પરંતુ સરકારના મંત્રી-સંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની ભૂમિકાઓ છે: ચૈતર વસાવા.ફક્ત એક તરફી FIR કરવામાં આવી, અમારી માંગ છે કે બંને તરફી FIR કરવામાં આવે: ચૈતર વસાવા ઉચ્ચ અધિકારીઓના કહેવાથી હિંસા થઈ છે, તો ફોરેસ્ટના અને ઉચ્ચ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવે: ચૈતર વસાવા સ્થાનિકોને ઉશ્કેરીને તેમના પર FIR કરવામાં આવી, આ FIR રદ કરવામાં આવે: ચૈતર વસાવા અમારા લોકોને હેરાન કરવામાં આવશે તો અંબાજીથી ઉમરગામના લોકો ગાંધીનગરનો રસ્તો પકડશે: ચૈતર વસાવા આદિવાસી લોકો પાસે કોઈ પણ પ્રકારના ભાલા કે તીરકામઠા ન હતા: ચૈતર વસાવા ઉદ્યોગપતિના ઈશારે કામ કરનારી ભાજપ સરકારના વન મંત્રી અને SPના ઇશારે હિંસા થઈ: ચૈતર વસાવા ગામના લોકો પર પોલીસે બેરહેમી પૂર્વક લાઠીચાર્જ કર્યો, 32-35 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા: ચૈતર વસાવા લાઠીચાર્જ થયો, 27 ટીયર ગેસના સેલ છોડાયા, કોના આદેશથી આ કાર્યવાહી થઈ?: ચૈતર વસાવા
કોના આદેશથી 50 રાઉન્ડથી વધારે ફાયરિંગ કરવામાં આવ્યો?: ચૈતર વસાવા જે પણ આદિવાસી લોકો સાથે અત્યાચાર થયો છે, એમને ન્યાય નહીં મળે તો માનવ અધિકાર આયોગ, જનજાતિ આયોગ અને યુનોની કોર્ટમાં જઈશું: ચૈતર વસાવા તંત્ર દ્વારા કૂવો પુરવામાં આવ્યો, પાક હતો ત્યાં જેસીબી દ્વારા ખાડા ખોદવામાં આવે છે, માટે સ્થાનિકોએ તંત્રને સવાલ કર્યો કે આ વિસ્તાર અનુસૂચિ 5માં આવે છે તો ગ્રામસભાની પરમિશન શા માટે લીધી નથી?: ચૈતર વસાવા
પોલીસે ઉચ્ચ અધિકારીના કહેવાથી સવાલ કરનાર આગેવાનોને બળજબરી પૂર્વક જીપોમાં ભરીને લઈ જવાની કોશિશ કરી હતી: ચૈતર વસાવા
બનાસકાંઠા જિલ્લાનાં પાડલીયા ગામમાં જે ઘટના ઘટી હતી, તેની સત્યતા ચકાસવા AAP ધારાસભ્ય ચૈતર વસાવા પાડલીયા ગામ પહોંચ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્થાનિકો સાથે અને પીડીતો સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, 13 તારીખે વન અધિકારી, પોલીસ અધિકારી અને આદિવાસી લોકો વચ્ચે જે ઘટના બની હતી તેની સત્યતા ચકાસવા માટે અહીં આવ્યા છીએ. અહીં એક બહેનનું ઘર તોડી પાડવામાં આવ્યું તેના નાના બાળકો પણ છે. સવારે 10 વાગ્યાની આસપાસ આખો કાફલો અહીં આવે છે અને જે કૂવામાંથી તેઓ પાણી પીવે છ તેને પૂરી દેવામાં આવે છે. જ્યાં પાક ઉભો હતો ત્યાં JCB દ્વારા ખાડા ખોદી અને પ્લાન્ટેશન કરવામાં આવે છે. અહીંનાં લોકોએ વિનંતી કરી હતી આ વિસ્તાર અનુસૂચિ 5માં આવે છે તો આ કાર્ય માટે ગામસભાની મંજૂરી કેમ લીધી નથી? અમને અગાઉ નોટિસ કેમ આપવામાં આવી નથી? આથી ઉચ્ચ પોલીસ અધિકારીઓના કહેવાથી કેટલાક પોલીસ કર્મીઓ 7થી 8 લોકોને પકડીને લઈ જાય છે. તેમને છોડાવવા માટે ગામ લોકો પ્રયાસ કરે છે ત્યારે તરત ગામ લોકો પર લાઠીચાર્જ કરવામાં આવે છે. આ ઘટનામાં 32 થી 35 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે કોના આદેશથી પોલીસ દ્વારા 27 જેટલા ટીઅર ગેસના સેલ છોડવામાં આવ્યા? કોના આદેશથી 50 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું? આટલું બધું થયું પછી લોકોએ પોતાના સ્વબચાવ માટે પથ્થરમારો કરતા સામસામો ઘટના હિંસક બની હતી. આ ઘટના પાછળ કોઈ નાના માણસો નથી, પરંતુ સરકારનાં ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓની મહત્વની ભૂમિકા છે.ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે સ્પષ્ટ વાત કરતા કહીએ છીએ કે એકતરફી FIR કેમ કરવામાં આવી? 27 લોકોનાં નામ છે અને 500 લોકોનું ટોળું તમે બતાવ્યું છે. જો તમારે FIR કરવી છે તો પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ સામે પણ FIR કરવામાં આવે અને અમારા પર કરવામાં આવેલી ખોટી FIR રદ્દ કરવામાં આવે. અમારી આ બે માંગ છે. જો આમ નહીં થાય અને અમારા લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો આવનારા દિવસોમાં અંબાજીથી ઉમરગામ સુધીનાં લોકો અમે ભેગા મળીને કચેરીઓમાં જઈશું અને ગાંધીનગરનો રસ્તો પણ પકડીશું. અમારા લોકોને છંછડવાનું કામ ન કરો તેવી અમારી લાગણી છે. ત્યાંના એસપી દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું કે “આદિવાસી લોકો દ્વારા ભાલા અને તીરકામઠા દ્વારા હુમલો કરવામાં આવ્યો.” તેવા કોઈ પણ હથિયાર આદિવાસીઓ પાસે ન હતા. આદિવાસીઓ સંવાદ અને સંવિધાનમાં માને છે. આથી જ આ લોકો સાથે ત્રણ કલાક સુધી ચર્ચા કરવામાં આવી છતાં સમજૂતી થઇ ન હતી અને લાઠીચાર્જ કરતાં હિંસાની ઘટના બની હતી. અહીંયા જે બહેનનું ઘર તોડી પાડ્યું, એમના નાના નાના દીકરાઓ છે. એ લોકો પેઢી દર પેઢીથી અહીંયા રહે છે અને આ જમીન પણ એમની છે. 2006ના વન અધિકાર અધિનિયમ અંતર્ગત એમણે દાવો પણ કર્યો છે, તો સરકારે તેમનો દાવો મંજૂર કરીને તેમને સનદ આપી દેવી જોઈએ. સરકારે એમને સનદ કેમ નથી આપતી? ઉદ્યોગપતિઓના ઇશારે કામ કરતી આ ભાજપની સરકારનાં વનમંત્રી અને એસપીનાં ઈશારે અહીં હિંસા થયેલી છે. જે પણ આદિવાસી લોકો સાથે અત્યાચાર થયો છે, એમને ન્યાય નહીં મળે તો માનવ અધિકાર આયોગ, જનજાતિ આયોગ અને યુનોની કોર્ટમાં પણ જવાની ફરજ પડે તો અમે જઈશું.
આમ આદમી પાર્ટી ગુજરાત






