BUSINESS

ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૧૨.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૬૭૯ સામે ૮૪૮૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૪૧૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૫૫૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૯૪૦ સામે ૨૫૯૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૮૫૭ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૮૯૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ સાથે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ સમજૂતી થઈ ગઈ હોવાના નિવેદનો છતાં સ્થાનિક સ્તરે એફપીઆઇની સતત વેચવાલીએ આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં વેચવાલી યથાવત્ રહી હતી.

ડોલર સામે રૂપિયો ૯૧.૦૮ની નવી ઐતિહાસિક નીચી સપાટીએ આવી જતાં અને બીજી તરફ ભારતને ભીંસમાં લેવા ટેરિફ મામલે અમેરિકા અનિશ્ચિતતા યથાવત્ રહેતાં તેમજ મેક્સિકોના ૫૦% ટેરિફને લઈ નિકાસો પર અસરની ચિંતાએ આજે ભારતીય શેરબજારમાં ફંડોએ ઓફલોડિંગ કર્યું હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, દેશમાંથી ડોલરનો આઉટફલો વધતાં તેમજ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારમાં વિલંબના પગલે ડોલર સામે રૂપિયો ૯૧.૦૮ની નવી ઐતિહાસિક નીચી સપાટીએ આવી ગયો હતો, જયારે રશિયા તથા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામની શક્યતા વધતાં તથા ચીનના વિવિધ આર્થિક આંકડાઓ નબળા આવતાં વશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૫% ઘટીને બંધ રહ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં મુખ્યત્વે બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઈટી, ઓઈલ એન્ડ ગેસ, ટેક, એનર્જી, મેટલ અને આઈટી સેક્ટરમાં ઉછાળો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૪૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૭૬૧ અને વધનારની સંખ્યા ૧૪૦૩ રહી હતી, ૧૮૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૫૧%, ઈન્ફોસિસ લિ. ૦.૬૧%, સન ફાર્મા ૦.૫૧%, ટીસીએસ લિ. ૦.૪૧%, એક્સિસ બેન્ક ૦.૪૧%, મારુતિ સુઝુકી ૦.૩૬%, ટાટા સ્ટીલ ૦.૨૯% અને પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૨૧% વધ્યા હતા, જ્યારે ટ્રેન્ટ લિ. ૧.૬૪%, એચડીએફસી બેન્ક ૦.૯૯%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૯૬%, અદાણી પોર્ટ્સ ૦.૮૯%, બજાજ ફિનસર્વ ૦.૬૯%, બીઈએલ ૦.૬૪%, ટાઈટન કંપની લિ. ૦.૪૯%, આઈટીસી ૦.૪૪% અને કોટક બેન્ક ૦.૩૫% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૪૬ લાખ કરોડ ઘટીને ૪૬૬.૧૮ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૭ કંપનીઓ વધી અને ૧૩ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વર્તમાન પરિસ્થિતિ જોતા ભારતીય શેરબજારની ભાવિ દિશા મુખ્યત્વે મજબૂત સ્થાનિક તરલતા અને મ્યુચ્યુઅલ ફંડ્સના વધતા પ્રભાવ દ્વારા આકાર લેતી જોવા મળશે. વિદેશી રોકાણકારોની અનિશ્ચિતતા અને વૈશ્વિક બજારમાં અસ્થિરતા હોવા છતાં, મ્યુચ્યુઅલ ફંડ્સમાં સતત આવતાં રોકાણે બજાર માટે એક સ્થિર આધાર તૈયાર કર્યો છે. સેકન્ડરી માર્કેટમાં ઊંચા મૂલ્યાંકનને કારણે રોકાણકારોની મોટી રકમ પ્રાથમિક બજાર તરફ વળી રહી છે, જેના પરિણામે આઈપીઓ માર્કેટ વધુ સક્રિય બની રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા મોટા પ્રમાણમાં આઈપીઓમાં ભાગ લેવાથી ગુણવત્તાવાળી કંપનીઓને મૂડી ઉઠાવવાની તક મળશે અને બજારમાં વિશ્વસનીયતા વધશે. આ પરિબળો સૂચવે છે કે નજીકના ગાળામાં બજારમાં સંયમિત પરંતુ મજબૂત વૃદ્ધિની શક્યતા વધુ છે.

આગામી વર્ષોમાં ભારતીય શેરબજારમાં કન્ઝયુમર ટેકનોલોજી અને નવી પેઢીના વ્યવસાયોની ભૂમિકા નોંધપાત્ર રીતે વધવાની સંભાવના છે. હાલમાં જ આ સેગમેન્ટ્સ આઈપીઓ માંગમાં આશરે ૨૦% હિસ્સો ધરાવે છે અને આગામી પાંચ વર્ષમાં તે ૩૦%થી વધુ થઈ શકે છે, જે બજારના સ્વરૂપમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવશે. મોટા ખાનગી મૂલ્યાંકન ધરાવતા સ્ટાર્ટઅપ્સના બજારમાં પ્રવેશથી રોકાણકારોને નવી વૃદ્ધિની તકો મળશે, જોકે તેની સાથે મૂલ્યાંકન અને જોખમ અંગે વધુ સાવધાન રહેવાની જરૂર રહેશે. કુલ મળીને, મજબૂત સ્થાનિક રોકાણ, મ્યુચ્યુઅલ ફંડ્સની વધતી ભાગીદારી અને નવી અર્થવ્યવસ્થાની કંપનીઓના આગમનથી ભારતીય શેરબજાર લાંબા ગાળે સકારાત્મક દિશામાં આગળ વધવાની શક્યતા દર્શાવે છે.

તા.૧૮.૧૨.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

  • તા.૧૭.૧૨.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૮૯૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૬૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૮૦૮ પોઈન્ટ થી ૨૫૭૩૭ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

  • ગોદરેજ પ્રોપર્ટી ( ૨૦૧૯ ) :- રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૯૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૦૩૮ થી રૂ.૨૦૪૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૦૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
  • એક્સીસ બેન્ક ( ૧૨૩૦ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૨૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૯૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૩૮ થી રૂ.૧૨૪૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
  • ટાટા કન્ઝ્યુમર ( ૧૧૮૨ ) :- રૂ.૧૧૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૧૪૭ બીજા સપોર્ટથી ટી એન્ડ કોફી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૯૦ થી રૂ.૧૧૯૭ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
  • અદાણી ગ્રીન ( ૧૦૨૧ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૩૪ થી રૂ.૧૦૪૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૯૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • એચડીએફસી બેન્ક ( ૯૮૮ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૬૭ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૯૪ થી રૂ.૧૦૦૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • ટેક મહિન્દ્રા ( ૧૫૮૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૯૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૫૭૦ થી રૂ.૧૫૬૩ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૦૬ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
  • ભારત ફોર્જ ( ૧૪૧૫ ) :- રૂ.૧૪૩૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૪૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૦૪ થી રૂ.૧૩૯૭ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૪૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
  • હેવેલ્સ ઇન્ડિયા ( ૧૩૯૫ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૧૭ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૮૦ થી રૂ.૧૩૭૩ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • જેએસડબલ્યુ સ્ટીલ ( ૧૦૮૦ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૭૩ થી રૂ.૧૦૬૭ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૨૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૮૩૫ ) :- રૂ.૮૪૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૮૫૫ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૮૨૮ થી રૂ.૮૨૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Back to top button
error: Content is protected !!