
કડાણા તાલુકાના ગોલણપુર ગામના પરમાર લક્ષ્મણભાઇને પોલીસ દ્વારા માર મારવામાં આવતા હાથ ફેક્ચર થયો.
અમીન કોઠારી મહીસાગર

કડાણા તાલુકાના ગોલણપુર ગામના શ્રી લક્ષ્મણભાઇ પરમારના ઘરે તા. 03.12.2025ના રોજ 112 પોલીસ વાન આવી. તેમાં આવેલ પોલીસ દ્વારા પરમાર લક્ષ્મણભાઇનું નામ પૂછી તેમણે પકડી ત્રણ પોલીસ દ્વારા લાકડીઓથી ખૂબ માર મારવામાં આવ્યો. ત્યારબાદ તેઓ કડાણા પોલીસ સ્ટેશન પર હાજર કરેલ. ત્યાંથી સરકારી દવાખાને દવા કરાવી હતી. ત્યારબાદ પ્રોહીબિશનનો ગુનો નોંધી 24 કલાક રાખી જમીન પર છોડેલ. છૂટયા બાદ વધુ સારવાર સંતરામપુર સરકારી હોસ્પિટલ માં દવા કરાવેલ. જેમાં હાથે ફેક્ટર જણાતા જરૂરી સારવાર ચાલુ છે. આજે કડાણા પોલીસ મથકે અરજદાર પોતાની ફરિયાદ લખાવવા જતા કડાણા PI ફરિયાદ ના લેતા અરજદાર લુણાવાડા SP કચેરીએ અરજી આપી છે. આમ, પોલીસ દ્વારા માર મારવાના ગુનામાં કાયદેસરની કાર્યવાહીમાં કડાણા પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી નથી..! આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી ના થાય તો કડાણા વિસ્તારના સ્થાનિક લોકો ભેગા થઈ કડાણા પોલીસ મથકે ધરણા પર બેસવાનું વિચારેલ છે.




