દક્ષિણ ડાંગ વન વિભાગનાં બે અધિકારીઓએ રાષ્ટ્રીય સ્તરે ગજવ્યુ મેદાન:-દેહરાદૂન ખાતે યોજાયેલ સ્પર્ધામાં જીત્યો સિલ્વર મેડલ..
MADAN VAISHNAV2 hours agoLast Updated: December 17, 2025
2 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે તાજેતરમાં યોજાયેલી અખિલ ભારતીય ફોરેસ્ટ રમતગમત સ્પર્ધા-૨૦૨૫માં ગુજરાતના વન વિભાગના અધિકારીઓએ ઝળહળતી સફળતા મેળવી રાજ્યનું નામ રોશન કર્યું છે.આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ડાંગ જિલ્લાના વન વિભાગના બે તેજસ્વી અધિકારીઓએ લૉન ટેનિસમાં પોતાની કુશળતા બતાવી સિલ્વર મેડલ મેળવ્યો છે.મિક્સ ડબલ્સમાં શાનદાર પ્રદર્શન કરવામાં આવેલ છે.તા. ૧૨ થી ૧૬ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન આયોજિત આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં દેશભરના વિવિધ રાજ્યોના વન વિભાગના રમતવીરોએ ભાગ લીધો હતો. જેમાં ડાંગ દક્ષિણ વન વિભાગના આહવા પૂર્વ રેન્જનાં આર.એફ.ઓ. હાર્દિક ચૌધરી અને ફોરેસ્ટર ઉર્મી જાનીની જોડીએ લૉન ટેનિસ મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. ફાઈનલ સુધીની રસાકસી ભરી મેચો બાદ આ જોડીએ સિલ્વર મેડલ (રજત ચંદ્રક) પ્રાપ્ત કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.આ જોડીની અપ્રતિમ સિદ્ધિ બદલ ગુજરાત રાજ્યના વન વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સાથી કર્મચારીઓએ તેમને ટેલિફોનિક અને રૂબરૂ મળીને અભિનંદન પાઠવ્યા હતા.ફરજની સાથે રમતગમત ક્ષેત્રે મેળવેલી આ સિદ્ધિ અન્ય વન કર્મચારીઓ અને યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે.ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારમાં ફરજ બજાવતા આ અધિકારીઓએ રાષ્ટ્રીય ફલક પર વિજય પતાકા લહેરાવતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમની આ મહેનત અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતાને સર્વત્ર બિરદાવવામાં આવી રહી છે.
«
Prev
1
/
95
Next
»
૩,૩૮,૨૭,૭૯૦/- નો ફ્રોડ કરનાર ગેંગના ત્રણ સાગરીતોને પકડી પાડતી આણંદ સાયબર ક્રાઇમ પોલીસ
મહિસાગર : કોઠંબા તાલુકા ની સુકા ટીંબા પ્રા શાળા માં આચાર્ય સમય સર ન આવતા શાળા ને તાળા બંધી..