ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદના 350થી વધુ મકાનો હટાવવા નોટિસ:સ્થાનિકો મનપા માં ભારે હોબાળો મચાવી વિરોધ કર્યો

આણંદના 350થી વધુ મકાનો હટાવવા નોટિસ:સ્થાનિકો મનપા માં ભારે હોબાળો મચાવી વિરોધ કર્યો

તાહિર મેમણ – આણંદ – 17/12/2025 – આણંદ શહેરના ઈન્દિરાનગરી વિસ્તારમાં આવેલા 350થી વધુ કાચા-પાકા મકાનો હટાવવા માટે મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. ભીમ આર્મી હેઠળ આવેદન પત્ર આપવામાં આવ્યું – કરમસદ-આણંદ મહાનગરપાલિકાના આ નિર્ણયથી 350 થી વધુ ગરીબ પરિવારો બેઘર થવાની સ્થિતિ સર્જાઈ છે. આ વિસ્તારના 400 થી વધુ રહીશો ભીમ આર્મીના નેજા મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ તેમણે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

 

 

ગોપી સિનેમાથી અક્ષરફાર્મ તરફ જતા રોડ પર ટી.પી. 10 ના ફાઇનલ પ્લોટ નં. 51 માં આવેલી મનપા હસ્તક અને સરકારી જમીન પરના આ મકાનો ખાલી કરવા માટે 15 દિવસનો સમય અપાયો છે. આ નિર્ણયના વિરોધમાં 500થી વધુ સ્થાનિકોએ મનપા કચેરીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

 

ભીમ આર્મીની માંગણીઓશહેરમાં ચાલતી અથવા યોજાતી તમામ ઝૂંપડપટ્ટી/આવાસોની તોડફોડ અને ડિમોલિશન તાત્કાલિક રોકવામાં આવે

અસરગ્રસ્ત તમામ વિસ્તારોમાં પારદર્શક અને જાહેર રીતે જાહેર કરાયેલ સર્વે પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને વસવાટ કરતા પરિવારોની સંપૂર્ણ યાદી તૈયાર કરવામાં આવે

ગુજરાત સરકારની 2010 ની નીતિ મુજબ પુનર્વસનની સ્પષ્ટ અને લેખિત યોજના જાહેર કર્યા વિના કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવે

જો કોઈ તોડફોડ/ડિમોલિશન માટે કાયદેસર આદેશ આપવામાં આવ્યો હોય તો તેની નકલ જાહેર કરવામાં આવે અને અસરગ્રસ્ત લોકોને લેખિત રીતે જાણ કરવામાં આવે.

Back to top button
error: Content is protected !!