હાલોલ તાલુકાના તરખંડા ગામે શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતે અન્નપૂર્ણા વ્રતની ઉજવણી કરાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૭.૧૨.૨૦૨૫
અન્નપૂર્ણા વ્રત 21 દિવસનું હોય છે જેમાં એક ટંક જમવાનું હોય છે આ વ્રત માગસર સુદ ૬ થી શરૂ થાય છે અને માગસર સુદ ૧૨ એટલે બારસના દિવસે પૂર્ણ થાય છે જેને લઇને હાલોલ તાલુકાના તરખંડા ગામે આવેલ શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતે વર્ષોની પરંપરા મુજબ આ વ્રત કરવામાં આવે છે. સુપ્રસિદ્ધ નારાયણ ધામ તાજપુરાના પરમ પૂજ્ય નારાયણ બાપુ એ પણ અહીંયા તપ કર્યું હતું જેને લઈને આ વર્ષે નારાયણ બાપુના પપોત્ર શ્રી લાલાભાઇ રાજગોર સેવા આપી રહ્યા છે.જ્યારે આ વ્રત સમગ્ર ગામના અબાલ વૃદ્ધ સૌ કોઈ કરે છે સફેદ દોરાને ૨૧ ગાંઠ મારવામાં આવે છે જ્યારે આજે બુધવારના રોજ અન્નપૂર્ણા વ્રતની ઉજવણીના પૂર્ણાહુતિના દિવસે નવચંડી યજ્ઞ યોજાયો હતો જેમાં મુખ્ય યજમાન તરીકે લાલાભાઇ રાજગોર બેઠા હતા જ્યારે મુખ્ય આચાર્ય તરીકે શૈલેષભાઈ શાસ્ત્રી અને બ્રહ્મા તરીકે રોહિતભાઈ દવે એ જવાબદારી નિભાવી હતી જ્યારે સમગ્ર ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો અને મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.








