
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાની UGVCL કચેરી-૧ દ્વારા વારંવાર પીવાના પાણીની પાઈપ લાઈન તોડી ઘોર બેરદરકારી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો
મેઘરજ પંચાલ રોડ પર સસ્તા અનાજની દુકાનની નજીક સોસાયટી તરફ જતાં આર.સી.સી. રોડની બાજુમાં વીજ પોલ ખસેડવાની કામગીરી દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા નાખવામાં આવેલી પીવાના પાણીની પાઈપ લાઈન તૂટી જતાં સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયું હતું.સતત પાણી વહી જવાથી સોસાયટીમાં પીવાનું પાણી પહોંચતું બંધ થઈ ગયું હતું, પરિણામે રહીશો પીવાના પાણીથી વંચિત રહી અન્ય જગ્યાએથી પાણી લાવવા મજબૂર બન્યા હતા. સોસાયટીમાં ચારેબાજુ પાણી ભરાઈ જતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાવાનો ભય પણ રહેવાસીઓને સતાવી રહ્યો છે.સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે અગાઉ પણ આ જ સ્થળે UGVCL દ્વારા પીવાના પાણીની પાઈપ લાઈન તોડી નાખવામાં આવી હતી. વારંવાર આવી ઘટનાઓ બનતા તંત્રની બેદરકારી સામે નારાજગી જોવા મળી રહી છે.આ ઘટનાને પગલે મેઘરજ ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક પાણીની પાઈપ લાઈનનું સમારકામ કરી સોસાયટીના રહીશોને ફરીથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે





