દેશમાં ઠંડીનું જોરદાર મોજું, પહાડો પર બરફવર્ષા, મેદાનોમાં ધુમ્મસ…

દેશના મોત ભાગના વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં શુષ્ક અને કડકડતી ઠંડી અને ઊંચાઈ વાળા વિસ્તારમાં હિમવર્ષા ચાલુ છે. જ્યારે મેદાની વિસ્તારમાં ગાઢ ધુમ્મસ અને પ્રદૂષણ જનજીવનને અસર કરી રહ્યું છે. તો બીજી તરફ દક્ષિણ ભારત અને સમુદ્રના ક્ષેત્રોમાં ચક્રવાતને લીધે વીજળી સાથે વરસાદ અને ભારે પવનની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના તાજા અપડેટ અનુસાર ઉત્તર-પશ્ચિમ ભારત અને પશ્ચિમ ડિસ્ટર્બન્સને કારણે પશ્ચિમી જેટ સ્ટ્રીમની અસર જોવા મળી રહી છે. જ્યારે દક્ષિણમાં હવાઓની ગતિવિધિઓ સક્રિય છે. દિલ્હી-NCR માં તાપમાન નીચું જવાબને લીધે 5 દિવસ સુધી ધુમ્મસનું અનુમાન છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારમાં ઊંચાઈ વાળા વિસ્તારમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. સાથે જ બીજું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ ના રૂપે હજાર છે અને આ હવામાનની પ્રણાલીઓને કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં ઠંડકનું પ્રમાણ વધ્યું છે. ઉષ્ણકટિબંધીય પશ્ચિમી જેટ સ્ટ્રીમ પણ સક્રિય છે જેની હવાની ગતિ 120 નોટ એટલે કે લગભગ 223 કિમીની આસપાસ છે. આ જેટ સ્ટ્રીમ શિયાળામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને મજબૂત કરે છે.
હવામાન વિભાગનું અનુમાન છે કે 17 ડિસેમ્બરની રાતથી એક નવું થોડું હળવું પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયના વિસ્તારમાં વાતાવરણમાં ફેરફાર લાવી શકે છે. સપાટ વિસ્તારોમાં સવારે અને રાતના સમયે ગાઢ ધુમ્મસ છવાઈ રહેશે જેને કારણે વિઝીબીલીટી ઘણી ઓછી થઈ રહી છે. જેના લીધે રોડ અને રેલવે બંને સેવાઓ ખોરવાઇ છે. હવામાન વિભાગ અનુસાર 17-20 ડિસેમ્બર વચ્ચે ઉત્તર ભારતમાં મિનિમમ તાપમાન સામાન્યથી નીચે રહેવાની સંભાવના છે. રાતે ઠંડી વધશે જ્યારે દિવસે તડકો નીકળવાથી તાપમાનમાં આંશિક વધારો થઈ શકે છે.
પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં 17 અને 18 ડિસેમ્બરના રોજ ગાઢ ધુમ્મસનું વાતાવરણ રહેશે. ઉત્તરપ્રદેશમાં 17 ડિસેમ્બરના રોજ ગાઢ ધુમ્મસની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે મધ્યપ્રદેશમાં 17 અને 18 ડિસેમ્બરના રોજ ગાઢ ધુમ્મસની અસર જણાવાઈ છે. હિમહકલ અને પૂર્વોત્તરના અમુક વિસ્તારોમાં પણ ધુમ્મસ વધી શકે છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં ઠંડીની અસર વધુ જોવા મળી શકે છે. આવનાર દિવસોમાં હવાની ગતિ પછી રહેવાને કારણે ઠંડી અને ધુમ્મસમાં વધારો થવાની સંભાવના રહેલી છે.




