BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચમાં નશા પ્રોત્સાહક સામગ્રી સામે SOGની કાર્યવાહી: બે વ્યક્તિઓ સામે ગુનો નોંધી પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત કરાઈ

સમીર પટેલ, ભરૂચ

સગીરો અને યુવાનોમાં ચરસ-ગાંજા જેવા નશીલા પદાર્થોના સેવનને પ્રોત્સાહન આપતી પ્રતિબંધિત સામગ્રીના વેચાણ પર અંકુશ મેળવવા માટે ડીજીપીની સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ દરમિયાન ભરૂચ એસઓજી પોલીસે શહેરમાં તપાસ હાથ ધરી બે અલગ-અલગ કેસ નોંધાવી ગોગો સ્મોકિંગ કોન તેમજ રોલિંગ પેપર કબ્જે કર્યા છે.આ કાર્યવાહી જિલ્લા એસપી અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ અને એસઓજી પીઆઈ એ.વી.પાણમીયાની રાહબરીમાં કરવામાં આવી હતી.

એસઓજી ટીમે ભરૂચ શહેર વિસ્તારમાં ગોગો પેપર તથા રોલિંગ પેપરના વેચાણ અંગે તપાસ કરતા બે કેસો ઝડપી પાડ્યા હતા. જેમાં એક કેસમાં રૂ. 1,790 તથા બીજા કેસમાં રૂ. 1,360 કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી બે વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને આરોપીઓ સામે વધુ તપાસ ચાલુ છે.

પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે યુવાનોને નશા તરફ ધકેલતી કોઈ પણ પ્રકારની પ્રતિબંધિત સામગ્રીના વેચાણને સહન કરવામાં આવશે નહીં અને આવા તત્વો સામે આવનારા દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

Back to top button
error: Content is protected !!