MORBI મોરબી સાર્થક વિદ્યામંદિરમાં દસમો તુલસી દિવસ ઉજવાશે

MORBI મોરબી સાર્થક વિદ્યામંદિરમાં દસમો તુલસી દિવસ ઉજવાશે
આગામી ૨૫ ડિસેમ્બર ગુરુવારના રોજ સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવશે.
આ વખતે શાળા દ્વારા દસમો તુલસી દિવસ ઉજવાશે.
નવ વર્ષથી આ શાળામાં ઉજવાતા આ કાર્યક્રમ/વિચારને સમાજમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ગત વર્ષોમાં સાર્થક વિદ્યામંદિર સહિત ઘણી સંસ્થાઓએ તુલસી દિવસની ઉજવણી કરી હતી. આ વર્ષે ૨૫ ડિસેમ્બર (નાતાલ)ના દિવસે તુલસી દિવસની ઉજવણીમાં
(1)તુલસીના રોપા અને માંજરનું વિતરણ
(2)મહા યજ્ઞ (3) સમાજ શ્રેષ્ઠીઓ /સંસ્થાઓનું સન્માન
(4) વિવિધ ઓર્ગેનિક અને આયુર્વેદિક વસ્તુઓનું રાહત દરે વેચાણ (5) માહિતીપ્રદ પ્રદર્શની (6) શાળામાં ચાલતા કંઠસ્થીકરણ પ્રકલ્પની 5 કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા તેમજ શિક્ષણ અને સમાજ જાગૃતિ માટેની 3 કૃતિઓ આચાર્ય (શિક્ષકો) દ્વારા (7) તુલસીનું વૈજ્ઞાનિક મહત્વ વગેરે
રજૂ કરવામાં આવશે તા.25-12-2025 સમય:; સવારે 8 થી બપોરના 1 વાગ્યા સુધી સ્થળ:- સાર્થક વિદ્યામંદિર ,મોરબી-2
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવે છે.
સૂચના :- શાળાએ આવવાના રસ્તા પર કામ ચાલુ હોવાથી તુલસી દિવસની મુલાકાતે આવનાર તમામ વ્યક્તિઓને પોસ્ટ ઓફિસ વાળા ફાટકથી ડીમાર્ટ થઈને આવે.
આપના વાહન એલ.ઈ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાખવા વિનંતી







