
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
” માલપુર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા 46મો પેન્શન ડે ધામધૂમથી ઉજવાયો વાર્ષિક અહેવાલ ને મંજૂરી ”
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળનો પેન્શન ડે અને સામાન્ય સભા ચંદુભાઈ વી જોષી ( ચેરમેન ગુજરાત સ્ટેટ પેન્શન મંડળ) ના અધ્યક્ષ સ્થાને યોજાઈ. મુખ્ય મહેમાન મહેન્દ્રભાઈ પી પટેલ, અતિથિ વિશેષ અમૃતભાઈ પંચાલ, વિપુલભાઈ મહેતા, કાન્તિભાઈ જે પટેલ ( ભોજન દાતાશ્રી) તેમજ સ્મશાન વિકાસ ફંડના દાતા રંજનબેન સુથાર, વિનોદભાઈ રામાભાઈ પંચાલ, કલાબેન આર પરીખ અને તમામ તાલુકાના પ્રમુખ મંત્રી સહિત હોદ્દેદારો અને નિવૃત્ત કર્મચારી ભાઈઓ- બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પેન્શન ડે ની ઉજવણીમાં સહભાગી થયા. દર વર્ષે 17 ડીસેમ્બર પેન્શન ડે ઉજવવામાં આવે છે માલપુર તાલુકામાં મોરડુંગરી ખાતે જલારામ મંદિરના વિશાળ હોલમાં આ કાર્યક્રમ યોજાયો સૌ પ્રથમ પ્રાર્થના, અને મૌન પાડી દિવંગત નિવૃત્ત કર્મચારીઓને શ્રધ્ધા સુમન પાઠવી. ઉપસ્થિત સૌ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય થયું..આ પ્રસંગે તત્વસંચય પુસ્તક વિમોચન થયું જેનું વિગતવાર વિવરણ મા.એસ વી પટેલ ( નિવૃત્ત શિક્ષક પી જી મહેતા હાઈસ્કૂલ માલપુર) દ્વારા કરવામાં આવ્યું જેના લેખક ગુરુચરણ દાસ ( ભોગીભાઈ એમ પટેલ નિવૃત્ત શિક્ષક સર્વોદય હાઈસ્કૂલ મોડાસા) દ્વારા ઉપસ્થિત સૌને આ તત્વસંચય પુસ્તક ભેટ આપવામાં આવ્યું તેઓ એ વેદ ઉપનિષદ વિષે વિગતવાર ચર્ચા કરી.
75 અને 85 વર્ષ પૂરાં કરનારા સદસ્યોને ફૂલહાર શાલ દ્વારા મહેમાનોના હસ્તે દબદબાભેર સન્માનિત કરવામાં આવ્યા.. ઉપસ્થિત સૌ મહેમાનોનું મોમેન્ટો શાલ અને ફૂલહાર થી સવિશેષ સન્માન કરવામાં આવ્યું. પ્રસંગોચિત ઉદબોધન રાજ્ય મંડળના મંત્રી મહેન્દ્રભાઈ તેમજ સરકારી ટ્રેઝરી નિવૃત્ત અધિકારી મોહનભાઈ પટેલ દ્વારા પેન્શન અને સીવીપી વિષે ઉંડાણપૂર્વક સમજ આપી. અધ્યક્ષ સ્થાનેથી ચંદુભાઈ જોષી સાહેબે પેન્શનરોના હિતમાં જેટલી પણ માગણીઓ સરકાર માં પેન્ડિંગ છે એ તમામને મંજૂર કરવામાં આવશે એવી ખાત્રી આપી આઠમુ પગાર પંચ પેન્શનરોને અચૂક લાભદાયી રહેશે એવું પણ જણાવ્યું. ગુજરાત રાજ્યમાં સૌથી અધ્યતન અને વિશાળ વૈકુંઠધામ માલપુર ખાતે વિકસાવવામાં આવ્યું છે જેની નોંધ લઇ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ ના પ્રમુખ શ્રી ગીરીશભાઇ સોની અને એમની સક્રિય ટીમને ધન્યવાદ પાઠવી તેઓશ્રીએ ₹.5000/ આ સેવાયજ્ઞ માટે આપ્યું. પેન્શન અંતગર્ત મંડળના સભ્યોને વિવિધ સમસ્યા કે પ્રશ્ન નો ઉકેલ લાવવામાં ગીરીશભાઇ સોની અને મહેન્દ્રભાઈ પટેલ સતત મદદરૂપ રહયા છે એ ઉલ્લેખ કરતાં અધ્યક્ષ શ્રીએ આગવી શૈલીમાં પેન્શનરોને આ મંડળને સહયોગ આપવા અનુરોધ કર્યો. વૈકુંઠધામ માટે લાકડાં જરૂરી હોય છે તો સૌને વૃક્ષો વાવવા જણાવ્યું. સમગ્ર કાર્યક્રમ ગીરીશભાઇ સોની અને એમની સક્રિય ટીમ તેમજ માલપુર તાલુકાના નિવૃત્ત કર્મચારી દ્વારા ખૂબ સફળ રહ્યું છે સભાનું સંચાલન અને અહેવાલ વાચન પી આર પટેલે કર્યું.





