બોડેલીની શાળાઓમાં બોર્ડ પેટર્ન મુજબ પ્રિ-બોર્ડ પરીક્ષાની શરૂઆત

આગામી ફેબ્રુઆરી 2026માં યોજાનારી એસ.એસ.સી. તથા એચ.એસ.સી. બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને બોડેલી શહેરની ખત્રી વિદ્યાલય ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પેટર્ન મુજબ પ્રિ-બોર્ડ પરીક્ષાની શરૂઆત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાનો યોગ્ય અનુભવ મળે અને તેઓ આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપી શકે તે હેતુસર આ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણાધિકારી શ્રી આનંદકુમાર પરમાર સાહેબ તથા તેમની ટીમ દ્વારા રોજબરોજ વિવિધ શાળાઓની મુલાકાત લઇ શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવી રહી છે.પ્રિ-બોર્ડ પરીક્ષા બોર્ડના નિયમો અનુસાર 001 પત્રક પદ્ધતિથી, CCTV દેખરેખ હેઠળ લેવામાં આવી રહી છે તેમજ પરીક્ષા દરમિયાન અનુસરવાના તમામ નિયમો અંગે વિદ્યાર્થીઓને પૂર્વે જ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ કોઈ ભય કે હતાશા વિના પરીક્ષા આપે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.શાળાના આ સરાહનીય પગલાંથી વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે અને શાળાના સો ટકા વિદ્યાર્થીઓ પ્રિ-બોર્ડ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી યુ.વાય. ટપલા સાહેબે વિદ્યાર્થીઓને વધુ પ્રગતિ કરવા અને જીવનમાં ઉત્તમ ધ્યેયો હાંસલ કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી
રિપોર્ટર તોસીફ ખત્રઆગામી ફેબ્રુઆરી 2026માં યોજાનારી એસ.એસ.સી. તથા એચ.એસ.સી. બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને બોડેલી શહેરની ખત્રી વિદ્યાલય ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પેટર્ન મુજબ પ્રિ-બોર્ડ પરીક્ષાની શરૂઆત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાનો યોગ્ય અનુભવ મળે અને તેઓ આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપી શકે તે હેતુસર આ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણાધિકારી શ્રી આનંદકુમાર પરમાર સાહેબ તથા તેમની ટીમ દ્વારા રોજબરોજ વિવિધ શાળાઓની મુલાકાત લઇ શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવી રહી છે.પ્રિ-બોર્ડ પરીક્ષા બોર્ડના નિયમો અનુસાર 001 પત્રક પદ્ધતિથી, CCTV દેખરેખ હેઠળ લેવામાં આવી રહી છે તેમજ પરીક્ષા દરમિયાન અનુસરવાના તમામ નિયમો અંગે વિદ્યાર્થીઓને પૂર્વે જ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ કોઈ ભય કે હતાશા વિના પરીક્ષા આપે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.શાળાના આ સરાહનીય પગલાંથી વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે અને શાળાના સો ટકા વિદ્યાર્થીઓ પ્રિ-બોર્ડ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી યુ.વાય. ટપલા સાહેબે વિદ્યાર્થીઓને વધુ પ્રગતિ કરવા અને જીવનમાં ઉત્તમ ધ્યેયો હાંસલ કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી
રિપોર્ટર તોસીફ ખત્રી




