GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા મહામંત્રી દ્વારા મહેન્દ્રનગર ચોકડી પાસે બની રહેલા પુલ ધણાં સમય થી બંધ તે પુર્ણ કરવા મુખ્યમંત્રી ને પત્ર લખ્યો

MORBI:આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા મહામંત્રી દ્વારા મહેન્દ્રનગર ચોકડી પાસે બની રહેલા પુલ ધણાં સમય થી બંધ તે પુર્ણ કરવા મુખ્યમંત્રી ને પત્ર લખ્યો
મોરબી નાં સતત ટ્રાફિક વાળા વિસ્તાર એટલે કે મહેન્દ્રનગર ચોકડી છે જે ચોકડી થી મોટાં ભાગનાં હેવી વહાનો પીપળી રોડ અને હળવદ રોડ પર જાય છે. જેમાં મહેન્દ્રનગર ચોકડી પર ધણાં વર્ષોથી ઓવરબ્રિજ બને છે પણ અમુક કારણોસર આ પુલ અચાનક બનવાનો બંધ થયો છે જે અડધો બનેલો પુલ વહાન ચાલકો અને સ્થાનિક લોકો ને માથાનો દુખાવો બની ગયો છે તો આ બાબતે આમ આદમી પાર્ટી ના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા અવારનવાર રજૂઆતો કરી હતી પણ કોઈ જવાબ ન મળતા અંતે તેમને મુખ્યમંત્રીને પત્ર લખીને રજુઆત કરી છે જેમાં આ પુલ જેમ બને તેમ જલ્દી બનાવો અથવા તો અડધો બનેલો પુલ દુર કરી નવો રોડ બનાવવા માટે રજૂઆત કરી છે..