AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં ૨૫ શાળાઓને સરદાર વંદના કાર્યક્રમમાં પુસ્તકોનું વિતરણ કરાયું

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

રાજ્ય શિક્ષણ સંવર્ધન સમન્વય, ગુજરાત દ્વારા સરદાર પટેલની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરની ૫૬૫ જેટલી શાળાઓમાં સરદાર ગીતો, સરદાર નાટકો,  સરદાર વાતો, સરદાર ક્વિઝ યોજવાનું આયોજન છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત  ડાંગ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની ૨૫ શાળાઓને સરદાર વંદના કાર્યક્રમમાં સમન્વય સાથી દત્તાત્રેય મોરે દ્વારા સરદાર ક્વિઝ પ્રશ્નોત્તરીના એક હજાર પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાની ૨૫ શાળાના ૨ હજારથી વધુ વિદ્યાર્થીઓ સરદાર ક્વિઝ પ્રશ્નોત્તરીમાં ઉપસ્થિત રહેશે. જેમાં શાળા વિજેતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા સુરતના નગરના નગરશ્રેષ્ઠી શ્રીઆનંદભાઈ પટેલ દ્વારા ૭૫ વિધાર્થીઓ સ્મૃતિભેટ તેમજ ૨૫ શાળાઓને લાલજીભાઈ ઉગામેડી તરફથી ૧૧ સરદાર પુસ્તિકાઓનો સેટ દરેક શાળાને એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સમન્વયના સહસંયોજક આચાર્ય ડો. સુરેશ અવૈયાના માર્ગદર્શન અને સાથે દત્તાત્રેય મોરે, પ્રતિભાબેન આચાર્યા, માલાબેન દેસાઈ, પૂર્વ મુખ્ય સંયોજક શ્રી પ્રતાપભાઈ ત્રિવેદી તથા વાંસદાના મારા શિક્ષક મગનભાઈ પટેલ ડાંગની ૨૫ શાળાઓમાં જઈ સરદાર વંદનાના કાર્યક્રમોનું આયોજન કરશે.

Back to top button
error: Content is protected !!