NAVSARINAVSARI CITY / TALUKO

આજે ૨૦ મી.નવેમ્બરે નવસારી જિલ્લામાં ત્રિ-દિવસીય જિલ્લા કક્ષાનો “સશક્ત નારી મેળો”નું શુભારંભ…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

તા.૨૦ મી નવેમ્બરે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ‘સશક્ત નારી મેળા’નું ઉદ્દઘાટન થશેઃ નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહેશે

વોકલ ફોર લોકલની ઉકિતને સાકારિત કરીને મહિલાઓને પ્રોત્સાહિત કરવા અનુરોધઃ

નવસારીવાસીઓને મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓની ખરીદી કરવાની તક.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત, મહિલા-નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે “સશક્ત નારી મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની દ્વારા નવસારી શહેરના આંગણે  આગામી તા.૨૦, ૨૧ અને ૨૨મી ડિસેમ્બરના રોજ શિરવઈ પાર્ટી પ્લોટ, ગણદેવી રોડ, નવસારી ખાતે ત્રિ-દિવસીય “સશક્ત નારી મેળાનું આયોજનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેનું ઉદ્દધાટન તા.૨૦મીએ સવારે ૧૦-૦૦ વાગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે મેળાનું ઉદઘાટન થશે. આ અવસરે નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહેશે.

                     ‘સશક્ત નારી મેળા’ પહેલ થકી આત્મનિર્ભર ભારત, મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણ વિઝન સાથે નવસારી જિલ્લામાં મહિલાઓને પ્રોત્સાહન મળી રહે તે માટે હાથવણાટ, હસ્તકલા, મિલેટ, મહિલા ખેડુતોના વિવિધ ૫૦ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવશે. આ કાર્યક્રમ થકી મહિલાઓને આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે જિલ્લા-સ્તરીય પ્લેટફોર્મ પૂરું પાડશે. સાથે સ્વદેશી ઉત્પાદકો, સ્થાનિક હસ્તકલા, SHG ઉત્પાદનો અને મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન મળશે. મહિલા કેન્દ્રિત યોજનાઓ, આજીવિકા કાર્યક્રમો, સ્ટાર્ટઅપ સપોર્ટ અને સહકારી પહેલ વિશે જાગૃતિ પ્રદાન કરશે. આ કાર્યક્રમમાં લખપતિ, ડ્રોન દીદીઓ, પ્રગતિશીલ મહિલા ખેડૂતો, શિક્ષણ, રમતગમતક્ષેત્રે જિલ્લાસત્રની મહિલાઓનું સન્માન કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!