આણંદ પુજા ક્લિનિક પ્રકાશ બાલા ડિગ્રી વગરનો વધુ એક બોગસ ડોક્ટર પકડાયો

આણંદ પુજા ક્લિનિક પ્રકાશ બાલા ડિગ્રી વગરનો વધુ એક બોગસ ડોક્ટર પકડાયો
તાહિર મેમણ – આણંદ – 19/12/2025 – આણંદ – આણંદ પુજા ક્લિનિક પ્રકાશ બાલા ડિગ્રી વગરનો વધુ એક બોગસ ડોક્ટર પકડાયો આણંદના ગામડી ગામે ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર પકડાયો હતો. પોલીસે વિવિધ પ્રકારની દવાઓ, મેડિકલના સાધનો સહિત ૨૮.૩૨૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તાલુકાના ગામડી ગામના ઇસ્માઇલનગરમાં ગલી નં. ૮ સામે પુજા ક્લિનિકમાં પ્રકાશ બાલા નામનો બંગાળનો વ્યકિત ડિગ્રી વગર દવાખાનું ચલાવતો હોવાની બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી અને ક્લિનિકમાં હાજર પ્રકાશ પ્રમાર્થ બાલા ( ઉ.વ. ૫૦,રહે. ગામ પરઘનબેડીયા પો. સ્ટ બૈરામપુર, તા. બંનગાવ, જિ. ઉત્તર ૨૪ પરગણા, વેસ્ટ બંગાલ, હાલ રહે. આણંદ) હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકાશ બાલા પાસે ડિગ્રી અને ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગનું રજિસ્ટ્રેશન કે ડિગ્રી ન હોવાનું સામે આવ્યું છે. ક્લિનિકમાંથી વિવિદ પ્રકારની દવાઓ, મેડિકલના સાધન સામગ્રી, મોબાઇલ, રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ મામલે પ્રકાશ પ્રમાર્થ બાલા સામે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.





