MORBI:મોરબીમાં જિલ્લા પંચાયત ખાતે ગ્રામ્ય વિસ્તારના વિવિધ કામો બાબતે સમીક્ષા બેઠક યોજતા શ્રમ અને રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયા

MORBI:મોરબીમાં જિલ્લા પંચાયત ખાતે ગ્રામ્ય વિસ્તારના વિવિધ કામો બાબતે સમીક્ષા બેઠક યોજતા શ્રમ અને રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયા
જનહિત અને વિકાસના કામોમાં ઝીરો પેડેન્સી અભિગમ રાખી ગુણવત્તાયુક્ત કામગીરી કરવા મંત્રીશ્રીની અધિકારીઓને તાકીદ
શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાએ મોરબીમાં જિલ્લા પંચાયત ખાતે ગ્રામ્ય વિસ્તારના વિકાસ કામો બાબતે સમીક્ષા બેઠક યોજી હતી.આ બેઠકમાં મંત્રીશ્રીએ જિલ્લા પંચાયતના વિવિધ વિભાગો અને શાખાઓની કામગીરી તથા યોજનાઓની અમલવારીની વિગતો મેળવી હતી અને તેની પ્રગતિ બાબતે સમીક્ષા કરી હતી.
મંત્રીશ્રીએ જનહિતના અને વિકાસના કામોમાં ઝીરો પેન્ડેન્સી અભિગમ રાખી ગુણવત્તાયુક્ત કામગીરી કરવા અધિકારીઓને ખાસ તાકીદ કરી હતી. આ વર્ષે થયેલ અતિવૃષ્ટિ બાબતે ખેડૂત કૃષિ રાહત પેકેજ સહાયની વિગતો મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી. લોક સુખાકારી ને પ્રાથમિકતા આપી સરળતા અને સહજતા સાથે માનવીય અભિગમ રાખી કામગીરી કરવા પણ તેમણે જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી હિરાભાઈ ટમારીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવલદાન ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષચંદ્ર ભટ્ટ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી પ્રવીણભાઈ સોનગ્રા, બાંધકામ સમિતિના ચેરમેનશ્રી મેરાભાઈ વિઠલાપરા સહિત વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, જિલ્લા પંચાયતની વિવિધ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ તથા જિલ્લા પંચાયત/તાલુકા પંચાયતોના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.








