GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં સાયબર ફ્રોડના કેસમાં ૪૧.૮૧ લાખની રીકવરી કરી મૂળ માલિકને પરત

 

MORBI:મોરબીમાં સાયબર ફ્રોડના કેસમાં ૪૧.૮૧ લાખની રીકવરી કરી મૂળ માલિકને પરત

 

 

વાંકાનેરના ઢુવા-માટેલ ગામ નજીક આવેલ બોન્ઝા વિટ્રીફાઇડ પ્રાઇવેટ લીમીટેડના વેપારી સાથે લાખોની છેતરપિંડી આચરવામાં આવી હતી જે બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ ચલાવી હતી અને ફ્રોડમાં ગયેલ રકમ પૈકી રૂ ૪૧.૮૧ લાખની રકમ રીકવર કરી સાયબર ક્રાઈમ પોલીસે મૂળ માલિકને પરત સોપી છે

ગત ઓક્ટોબર ૨૦૨૩ માં બોન્ઝા વિટ્રીફાઇડ પ્રાઇવેટ લીમીટેડના સંચાલક દેવેન્દ્રભાઇ છગનભાઇ પનારાએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેમનો વ્યાપાર વિદેશમાં પણ ફેલાયેલો હોય જેથી તેઓ વિદેશમાં વિટ્રીફાઇડ ટાઇલ્સનો એકસપોર્ટનો ધંધો કરે છે. એકસપોર્ટના ધંધાને વધુ પ્રોત્સાહન આપવા સારૂ ભારત સરકાર દ્વારા ICEGATE સ્કીમ મારફતે એકપોર્ટ કરેલ ધંધાની રકમ આધારીત લાયસન્સ / કુપન પ્રદાન કરવામાં આવે છે.જેમાં બોન્ઝા વિટ્રીફાઇડના નામે સરકાર તરફથી રૂ. ૭૧,૪૫,૬૧૬ની કિંમતના ૨૯ નંગ લાયસન્સ / કુપન જમા થયા હતા. જેને આરોપી ગઠિયાએ કંપનીની જાણ બહાર દેવેન્દ્રભાઇની કંપનીના કિંમતી દસ્તાવેજોને ઇલેકટ્રોનીક માધ્યમનો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજો ઉભા કરી તેને ખરા તરીકે ICEGATE માં રજીસ્ટ્રેશન કરાવવા ઉપયોગ કરી દેવેન્દ્રભાઇની કંપનીના નામનુ bonzavitrifiedpltd27@gmail.com વાળુ ખોટુ જી-મેઇલ આઇ.ડી બનાવી તેનો ખરા તરીકે ICEGATE માં ઉપયોગ કરી દેવેન્દ્રભાઇની કંપનીના સરકાર તરફથી મળેલ લાયસન્સ / કુપન નંગ – ૨૯ કિં.રૂ. ૭૧,૪૫,૬૧૬ને પોતાના આર્થીક ફાયદા સારૂ મેળવી લઈ દેવેન્દ્રભાઇની બોન્ઝા વિટ્રીફાઇડ કંપની સાથે છેતરપિંડી આચરી હતી. જે મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે કેસની તપાસ ચલાવતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ રાજ્ય ખાતે તપાસ કરી રૂ ૪૧,૮૧,૬૮૦ ની રકમ રીકવર કરવામાં આવી હતી અને રીકવર કરેલ રકમ નામદાર કોર્ટના હુકમ મુજબ તેરા તુજકો અર્પણ હેઠળ ફરિયાદીને પરત સોપવામાં આવી છે

Back to top button
error: Content is protected !!