
જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ નાના સ્તરે ગૃહ સુશોભન, જુદી જુદી વાનગીઓ સહિતની ઉત્પાદન કરતા મહિલાઓને જૂનાગઢ ખાતે સ્વદેશી અભિયાન અંતર્ગતના સશક્ત નારી મેળામાં પોતાની વસ્તુઓ વેચાણ નિદર્શન માટે તક પુરી પાડી છે. આ મહિલાઓને આજે શુભારંભ થયેલા સશક્ત નારી મેળામાં વિનામૂલ્યે સ્ટોલ ઉપલબ્ધ થવાથી જિલ્લા કલેકટરશ્રી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.સામાન્યતઃ રાજ્ય સરકાર દ્વારા આયોજિત મેળવવામાં જુદી જુદી યોજનાઓ હેઠળ નોંધાયેલા મંડળો જૂથ ભાગ લઈ શકતા હોય છે, પરંતુ જિલ્લા કલેક્ટરશ્રીએ અગવા અભિગમ સાથે મહિલાઓને પોતાના ઉત્પાદનોને પ્રમોટ કરવા માટે એક ખુલ્લો અવસર પૂરો પાડ્યો હતો. જેમાં કોઈપણ મહિલાઓ આ સશક્ત નારી મેળામાં ભાગ લેવા લેવાની તક પૂરી પાડી હતી. જેમાં જૂનાગઢ સહિતની ૭ મહિલાઓને વિનામૂલ્યે સ્ટોલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.આ સશક્ત નારી મેળામાં જેમને જિલ્લા કલેક્ટરશ્રીની આ વિશેષ પહેલથી સ્ટોલ્સ મળ્યો છે તેવા જૂનાગઢના જાનકીબેન બારોટ જણાવે છે કે, ઘરે બેઠા રાગી, ઘઉં વગેરેના પ્લોટમાંથી કૂકીઝ બિસ્કીટ વગેરે વાનગીઓ બનાવીએ છીએ, આ મેળામાં ભાગ લેવાની તક મળવાથી એક સારું પ્લેટફોર્મ મળ્યું છે, અમારી પ્રોડક્ટનું વેચાણ સાથે પ્રમોશન પણ થશે. આ અવસર માટે તેમણે જિલ્લા કલેકટરશ્રી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.તેવા જ એક રજિંગ આર્ટની કલાત્મક વસ્તુ બનાવતા નયનાબેન છોડવડીયા જણાવે છે કે, ઘર બેઠા મારા જેવી બહેનો જુદી જુદી વસ્તુઓ બનાવે છે તેમને આ સ્ટોલ્સ મળવાથી પોતાની વસ્તુઓના વેચાણ માટે એક પ્લેટફોર્મ મળ્યું છે, વહીવટી તંત્રનો સંપર્ક કરતા આ સ્ટોલ્સ અમને વિનામૂલ્ય ફાળવી આપવામાં આવ્યો હતો. કેશોદના રોશનીબેન પિઠીયાએ જણાવ્યું કે, જે બહેનો ઘર બેઠા ગૃહ ઉદ્યોગ કે હાથ બનાવટની વસ્તુઓ બનાવે છે તેમને વિનામૂલ્યે પ્લેટફોર્મ મળ્યું છે. જેનાથી અમારી વસ્તુઓનું વેચાણ વધશે. આ તક આપવા માટે રાજ્ય સરકાર અને જિલ્લા કલેકટરશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સ્ટોલનો જેમને લાભ મળ્યો છે તેવા મીરાબેન આહીરે પણ કંઈક તેવી જ લાગણી વ્યક્ત કરી હતી.ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જૂનાગઢ જિલ્લામાં કોઈપણ બહેનો ઘર બેઠા હાથ બનાવટની જુદી જુદી કલાત્મક સહિતની વસ્તુઓ બનાવતા હોય તેમને આ સશક્ત નારી મેળામાં ભાગ લેવા માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો હતો. આ નંબરના સંપર્ક થકી બહેનો સરળતાપૂર્વક આ મેળામાં ભાગ લેવા માટે પોતાનું નામ નોંધાવ્યું હતું. આમ, જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમને પોતાના વેચાણ માટે વિનામૂલ્યે સ્ટોલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






