
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં મનરેગા 2005નાં કાનૂની અધિકારના રક્ષણ અને સમર્થન સાથે VB -G RAM G 2025 બિલના વિરોધ સાથે ડાંગ જિલ્લા કલેકટરને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.ડાંગ મજુર અધિકાર મંચ , ડાંગ જય આદિવાસી મહાસંઘ ,એકલનારી શક્તિ મંચ અને માનવ અધિકાર રક્ષક જીલ્લાના સંગઠનો દ્રારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાયદો ૨૦૦૫ સામે હાલમાં સંસદમાં ચાલી રહેલા બીલ નો સખ્ત શબ્દોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.આ કાયદો આદિવાસી, દલિત, મહિલા, ખેડૂતો, શ્રમિકો માટે જીવાદોરી સમાન છે. આ કાયદો બનવા પાછળ તેમની સામુહિક શક્તિ છે. આ કાયદો પ્રસાર કરતી વખતે તમામ લોકસભા સભ્યની ૧૦૦% બહાલી બાદ આ કાયદો બનાવવામાં આવ્યો હતો. પરંતુ આજે આ કાયદાની જોગવાઈઓને, કાનૂની અધિકારને સમાપ્ત કરીને એને કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત યોજના માત્ર બનાવવામાં આવી રહી છે તે ખરેખર એક ચિંતાજનક બાબત છે. વિકસિત ભારત- ગેરેંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ૨૦૦૫નાં આ બીલનો સખ્ત શબ્દોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.મનરેગા કાયદાની મજબૂતી તેના ઘડતરમાં છે. તેના ઘડવૈયા દેશભરના મજદૂર-કિસાન છે. આ કાયદો લોક શક્તિનું પ્રતિક છે તેના અમલીકરણથી સશક્ત નાગરિક અને શ્રમિકની કાનૂની વિભાવનાનું ઉલ્લપન કરતા બીલની ખામીઓ સમજાય છે.અને કડક શબ્દોમાં MGNREGA 2005ના અમલીકરણની માંગ કરવામાં આવી રહી છે.સાચા અર્થમાં ૭૩માં બંધારણીય જોગવાઈ મુજબ લોકોની માંગને આધારે આ કાયદો બન્યો છે.નવા બિલમાં આ સત્તા ગ્રામ પંચાયતો પાસેથી છીનવી લેવાનાં પ્રયાસ સ્પષ્ટ પણે દેખાઈ રહ્યા છે.પંચાયતોનાં આયોજન અને બજેટ બનાવાની સત્તાને કેન્દ્ર સરકાર પોતાનાં નિયંત્રણમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે.તેવું આવેદનપત્રમાં જણાવવામાં આવેલ છે. MGNREGA ૨૦૦૫ મુજબ ગ્રામસભામાં આયોજન થાય ગામનાં લેખર બજેટ બને, સાથે શ્રમિકો કામની માંગ કરે અને માંગ આધારિત કામ મળે ગામનાં શ્રમનો ઉપયોગ આજીવિકાના સંસાધનનાં પડતરમાં થાય અને ગામમાં રોજી મળી રહે જેથી સ્થળાંતર અને તેની અસરનો ભોગ બનનાર પરિવારોને ગામમાં જ માનભેરનું કામ અને દામ મળે પણ સત્તાનું કેન્દ્રીકરણ કરી હવે નવા બિલને પરિણામે MGNREGA હેઠળનાં કામ માંગે ત્યારે મળે તે હક અને ગેરટીને જતું કરી માત્ર કેન્દ્ર સરકારની ઈચ્છા અને બજેટ હશે તો જ કામ મળશે તેવો પ્રસ્તાવ છે. પરિણામે ગામના શ્રમિક પર ફરી પાણી ફરી વળશે તેવી પરિસ્થિતિમાં મૂકાશે જે આજથી ૨૦ વર્ષ પહેલા હતી.કેન્દ્ર સરકાર અન્ય યોજનાની જેમ ૬૦:૪૦નાં રેશીયોમાં ફંડ ફાળવશે, જેમાં રાજ્ય સરકારને ૪૦% ફંડ ફાળવવાનાં રહેશે. પરિણામે રાજય પર આ ફંડનો બીજો વધશે, જેમ મનરેગા હેઠળ ૧૦૦% કેન્દ્ર સરકારની જવાબદારી હતી. હવે રાજય સરકાર પાસે માત્ર શ્રમિકોનાં ખર્ચ અને અમલીકરણ સંબંધિત નિર્ણયોની જવાબદારી રહેશે.જો રાજ્ય સરકાર વધુ ખર્ચ કરે તો તેમને કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવાની ફરજ પડશે. સરકાર બજેટની ફાળવણી કરવાની જવાબદારી રાજ્ય સરકાર પર થોપી પોતે પોતાની કયાણકારી રાજ્ય તરીકેની ભૂમિકામાંથી છટકી રહી છે.૧૨૫ દિવસની માંગ દેશભરમાં અવરનવર ઉઠી છે તેમ નરેગા હેઠળ જ સુનિશ્ચિત કરવાને બદલે હવે આ બહાને પોતાની રાજનીતિ માટે શ્રમિકોનાં હક પર તરાપ મારવામાં આવી રહી છે.125 દિવસના કામનો વાયદો તદ્દન પૌલી અને પાયા વિહોણી બાબત છે. વર્ષોથી બજેટમાં સતત ઘટાડી તેનો પુરાવો છે. જો બજેટ ફાળવવામાં ન આવે તો કામ કેવી રીતે મળે અને ૧૨૫ નો વાયદો કેવી રીતે સંભવ બને. આમ પણ ક્ષમતાનાં માત્ર ૬૦% ની ફાળવણી અને ૪૦% જવાબદારી હવે રાજ્ય સરકારો પર થોપવામાં આવી છે તો ૧૨૫ દિવસ પુરા કામ મળ્યાની જવાબદારી કોની? શું કેન્દ્ર સરકાર આ સવાલ રાજ્ય સરકારોને પૂછશે? શું કામનાં મળતા શ્રમિક કાનૂની કાર્યવાહી કરી શકશે, આ માટેની અંતિમ જવાબદેહીતા કોની હશે? શું સુપ્રીમ કોર્ટના હાલના આદેશમાં કેન્દ્ર સરકારને પશ્ચિમ બંગાળનાં શ્રમિકોના નાણાં ચૂકવાનાં આદેશ જેવા કાનૂની રક્ષણ મળી શકશે મનરેગા હેઠળ વેતન ચુકવણામાં વિલંબનાં કિસ્સાઓમાં વળતરની? જોગવાઈને નવા કાયદામાંથી બાકાત કરવામાં આવ્યું છે. તો ૧૨૫ દિવસ સામે કેટલા આદિવાસી, સ્થળાંતર કરતા શ્રમિકો વેતન વિલંબ સાથે કામ કરવા જોડાઈ શકશે? મહિલા શ્રમિકોને સુરક્ષિત કાર્ય સ્થળ, સુરક્ષિત વેતનની જોગવાઈ બાબતે આ બિલમાં કોઈ કેન્દ્ર સરકાર પાસે નિર્ણય લેવાની તમામ સત્તા વધે છે. કારણ કે હવે કેન્દ્ર સરકાર નક્કી કરી શકશે કે રાજ્યનાં કયા વિસ્તારમાં કામની જરૂર છે. કેટલા નાણાંની ફાળવણી થાય તેની સત્તા ગ્રામસભા કે ગ્રામ પંચાયત પાસે રહેતી નથી. આ પ્રાવધાનથી પંચાયતી રાજ કાયદો અને પેસા કાયદાની જોગવાઈ મુજબની લોકતાન્ત્રિક સત્તાની જે મૂળ ભાવના છે તેનું અવમુલ્ય ન થાય છે, આ અધિકાર પર ગેરકાયદેસર રીતે રોક મુકે છે.આવા અનેક મુદ્દાઓ સાથે ડાંગ જિલ્લામાં જિલ્લા કલેક્ટરને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે અને VB -G RAM G 2025 બિલ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે..





