
તા.૧૯.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limdi:પોટ્રેબલ એક્સ-રે મશીન દ્વારા ગુરુગોવિંદ લીમડી તાલુકાના વિસ્તારમાં આવેલા રૂપાખેડા પીએચસી ખાતે ટીબી ના વનરેબલ સ્ક્રીનિંગ 280 લાભાર્થીઓની તપાસ
ગુરુ ગોવિંદ તાલુકાના રૂપાખેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે “તમારા ગામમાં તમારા દ્વાર સુધી ” 100 દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં પોટ્રેબલ એક્સ-રે મશીન દ્વારા 280 વનરેબલ દર્દીઓ ના એક્સ-રે ટેસ્ટ કરવામાં આવ્યા. ઉપરાંત દર્દીઓ માટે વજન, ઉંચાઈ, બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ જેવી અન્ય આરોગ્ય ચકાસણીઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડૉ.આર.ડી.પહાડીયા તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ તુષાર ભાભોરના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં આરોગ્ય વિભાગની વિવિધ ટીમો – જેમ કે મેડિકલ ઓફિસર, ટીબી લેબ સુપરવાઈઝર,સિકલસેલ કાઉન્સિલર,પીએચસી સુપરવાઈઝર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર , મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરો , ફિમેલ હેલ્થ વર્કરો , આશા ફેસિલિટેટરો અને આશા બહેનો – નો ઉમદા સહયોગ પ્રાપ્ત થયો.આ પ્રકારના આયોજનથી ગ્રામ્ય વિસ્તારોમાં ટીબી જેવી ગંભીર બીમારીના ડિટેક્શન અને નાબૂદી તરફ સકારાત્મક પગલા ભરાઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા ભવિષ્યમાં પણ આવા કેમ્પો વધુ વિસ્તૃત સ્તરે આયોજિત કરવા નિર્ણય લેવાયો છે “ટીબી હારેગા – દેશ જીતેગા!””સૌ સાથે મળીને બનાવીએ ટીબી મુક્ત ભારત”




