MORBI:મોરબી શહેરમાં ડાયાબિટીસના દર્દીઓ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન

MORBI:મોરબી શહેરમાં ડાયાબિટીસના દર્દીઓ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન
શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક અને સત્યમ હોસ્પિટલના સંયુક્ત આયોજન હેઠળ આ કેમ્પ રવિવાર તારીખ ૨૧-૧૨-૨૦૨૫ના રોજ સવારે ૮:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી ત્રીજો માળ, નીલકંઠ પ્લાઝા–૨, નાની કેનાલ રોડ, સનરાઇઝ વિલા સોસાયટીની બાજુમાં, મોરબી ખાતે યોજાશે. કેમ્પ દરમિયાન ડાયાબિટીસ તેમજ તેની સાથે જોડાયેલી બી.પી., કિડની, હૃદય, લીવર અને નસોની તકલીફ અંગે નિષ્ણાત તબીબો દ્વારા નિઃશુલ્ક તપાસ અને માર્ગદર્શન આપવામાં આવશે. આ કેમ્પમાં ડૉ. પુનિત પડ્સુંબીયા (મોટી ઉમરે થતા રોગના નિષ્ણાત) અને ડૉ. ધર્મેશ ભાલોડિયા (MD – Medicine) દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવશે. કેમ્પમાં આવનારા દર્દીઓને પોતાની અગાઉની મેડિકલ રિપોર્ટ્સ સાથે લાવવાની વિનંતી કરવામાં આવી છે. કેમ્પ માટે પૂર્વ અપોઇન્ટમેન્ટ ફરજિયાત રહેશે. અપોઇન્ટમેન્ટ માટે મો. ૯૫૧૨૪ ૧૦૦૫૫ પર સંપર્ક કરી શકાય છે.







