નવસારી ખાતે પશુવાડામાં બેદરકારીના કારણે ગૌમાતાઓના મૃત્યુ થતાં સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા કલેક્ટરને આવેદન….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લા આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ” આ સંસ્થા પશુઓ પર થતી હિંસા,પશુ ક્રૂરતા,બેદરકારી અને દુર્વ્યવહાર અટકાવવાનું કામ કરે છે.પશુવાડામાં બેદરકારીના કારણે મૃત્યુ પામી હતી સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કરવા આજે નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. નવસારી જિલ્લાના ગૌરક્ષક રાકેશભાઈ શર્મા પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા પશુઓને દુધિયા તળાવ પાસે રાખવામાં આવ્યા છે. ત્યાં રાખવામાં આવેલી ત્રણ ગૌમાતા મૃત્યુ પામી હતી.જે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ તે મૃતદેહોને ટ્રેક્ટરમાં ભરી બંદર રોડ સ્થિત ડમ્પયાર્ડ ખાતે ફેંકી દેવામાં આવી હતી.આ બાબતે ગૌરક્ષક રાકેશ શર્મા, સાજન ભરવાડ અને મોહિત હિરાણી તરત સ્થળ પર પહોંચ્યા હતા. હાજર કર્મચારીઓને પૂછપરછ કરતા તેઓ ખોટું નિવેદન આપ્યું કે “કંઈ જ થયું નથી”. જોકે સ્થળ પર JCBના ટાયરનાં સ્પષ્ટ નિશાન મળતા ગૌરક્ષકો બંદર રોડ ડમ્પયાર્ડ પહોંચ્યા હતા.જ્યાં ત્રણ મૃત ગૌમાતાઓને ફેંકી દેવાયેલ દુર્ગંધ મારતી હાલતમાં માથું ફાટી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. એવી ગંભીર બેદરકારી સામે આવી હતી.વધુમાં ત્યાં એક ગાય વિયાણી હતી અને તેનો મૃત વાછરડો પણ ડમ્પયાર્ડમાં ફેંકી દેવાયો હતો.અને તે ગાયનું પાછળનું વેસ્ટ લટકતું હતું, જે ઘોર બેદરકારી દર્શાવે છે.જયારે એક ગાયને પાછળ મોટી ગાંઠ સડી ગયેલી હાલતમાં હતી, જેને કરુણા મંડળ શાંતાદેવી ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી અને પશુ ડોક્ટરે સ્પષ્ટ જણાવ્યું કે ગાયોનું આ હાલતનું મુખ્ય કારણ ભૂખમરો છે. ત્યાં હાજર સંચાલકો પાસેથી ગાયોના ખોરાક અંગે પૂછતા ચાર દિવસમાં માત્ર 200 પુડા ઘાસ આપવામાં આવે છે, એટલે કે દરરોજ માત્ર 50 પુડા ઘાસ અંદાજે 150 ગાયો માટે, જે સંપૂર્ણપણે અપૂરતું છે.તેમજ પાણીની યોગ્ય વ્યવસ્થા પણ નહોતી વધુમાં ગાયો માટે સડેલો શાકભાજી માર્કેટનો કચરો (કાંદાના છોતરા, સડેલું શાક) ખવડાવવામાં આવતો હતો, જે પશુઓના આરોગ્ય માટે ઘાતક છે.તેમજ સ્થળ પર લગાવવામાં આવેલા બે CCTV કેમેરા બંધ હાલતમાં હતા, જે ગંભીર શંકા ઉપજાવે છે. વધુમાં ત્રણ મૃત ગૌમાતાઓને NMCના કચરા વાહનમાં ગુપ્ત રીતે લઈ જઈ શહેરના ડમ્પિંગ સાઇટ પર ખુલ્લામાં કચરા સાથે ફેંકી દેવાયા, જ્યાં કૂતરાં અને પક્ષીઓએ મૃતદેહ ખાધા હતા.આ મૃત પશુઓનો કોઈ વૈજ્ઞાનિક, કાયદેસર નિકાલ (burial/incineration) કરવામાં આવ્યો નથી, જેના કારણે બાયો-મેડિકલ, હવા અને જમીન પ્રદૂષણ ફેલાયો હતો તેમજ કોઈ યોગ્ય caretaker, રેકોર્ડ, લોગબુક, ફોટોગ્રાફિક દસ્તાવેજ કે હેન્ડઓવર નોંધ જાળવવામાં આવી નથી; ગાયો ગેરરીતે ખાનગી વ્યક્તિઓને સોંપવામાં આવી હતી. મૃત ગૌમાતાઓને કચરા સાથે ફેંકી દેવું એ હિન્દુ ધર્મની ધાર્મિક લાગણીઓનો ગંભીર અપમાન છે તથા બંધારણની કલમ 25 નું ઉલ્લંઘન છે.
આ તમામ હકીકતો પરથી સ્પષ્ટ થાય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગૌમાતાઓ પ્રત્યે ક્રૂરતા, ઘોર બેદરકારી અને ફરજમાં ગંભીર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, જે ભારતીય દંડ સંહિતા તથા Prevention of Cruelty to Animals Act, 1960 હેઠળ દંડનીય ગુનો બને છે. આ બાબતે જવાબદાર મ્યુનિસિપલ અધિકારીઓ તથા કર્મચારીઓ સામે યોગ્ય કલમો હેઠળ ફોજદારી ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી




