
ડેડીયાપાડા ખાતે પણ આજે બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ
તાહિર મેમણ – ડેડીયાપાડા – 19/12/2025 – સમગ્ર ગુજરાતની જેમ ડેડીયાપાડા ખાતે પણ આજે બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી પરંતુ આજની ચૂંટણીમાં કોર્ટ અસ્તિત્વમાં આવી તે બાદ પ્રથમ વખત બિનહરીફ ઉમેદવારો વિજેતા જાહેર થયા છે જે સારી બાબત કહી શકાય છે અને આ વખતેબાર એસોસિયેશન ના પ્રમુખ તરીકે જનજાતિય કલ્યાણ આશ્રમ ગુજરાત ના નર્મદા જીલ્લા ના અધ્યક્ષ અરવિંદ ભાઈ વસાવા સાથે તેમની પેનલ સાથે ચૂંટાયા છે જયારે ,ઉપપ્રમુખ જગદીશભાઈ તડવી ,
સેક્રેટરી રાહુલ વસાવા
જોઇન્ટ સેક્ટરી અખિલ વસાવા
ખજાનચી મહેશભાઈ વસાવા
મહિલા પ્રતિનિધિ લક્ષ્મી વસાવા ની પસંદગી ડેડીયાપાડા ના વકીલો દ્વારા કરવામાં આવી છે




