ARAVALLIGUJARATMODASA

અધધધ….શામળાજી પોલીસે 91 લાખથી વધુના વિદેશી દારૂ સાથે 2 આરોપીની ધરપકડ, 31 ડિસેમ્બર પહેલા મહિલા પી આઈ ની સખ્ત કાર્યવાહી 

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

અધધધ….શામળાજી પોલીસે 91 લાખથી વધુના વિદેશી દારૂ સાથે 2 આરોપીની ધરપકડ, 31 ડિસેમ્બર પહેલા મહિલા પી આઈ ની સખ્ત કાર્યવાહી

નવાં વર્ષના આગમનને ધ્યાનમાં રાખી અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશન ગુનાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત શામળાજી પોલીસે રાજસ્થાન બોર્ડર પાસેથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી મોટી સફળતા મેળવી છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર રેન્જ) તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા (અરવલ્લી)ના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક  આર.ડી. ડાભી (મોડાસા વિભાગ)ની દેખરેખમાં શામળાજી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.એસ. માલ તથા પી.એસ.આઈ. આર.જે. રાઠોડ સહિતના સ્ટાફે અણસોલ પોલીસ ચેકપોસ્ટ ખાતે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું.ચેકિંગ દરમિયાન બાતમીદાર પાસેથી મળેલી માહિતીના આધારે અશોક લેલેન્ડ કંપનીની બંધ બોડી ટ્રક (નં. RJ32GB7467)ને અટકાવી તપાસ કરતા ટ્રકમાં વેસ્ટેજ પરચુરણ સામાનની આડમાં છુપાવવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. તપાસમાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ નંગ-૫૭૨ મળી, જેમાં કુલ ૧૯,૦૯૯ બોટલ/ક્વાર્ટર હતા, જેની અંદાજિત કિંમત રૂ. ૯૧,૬૨,૬૫૦/- થાય છે.

આ ઉપરાંત ચાર મોબાઇલ ફોન (રૂ. ૪૦,૦૦૦/-), ટ્રક ગાડી (રૂ. ૧૦,૦૦,૦૦૦/-) તેમજ અન્ય સામાન મળી કુલ રૂ. ૧,૦૨,૮૧,૩૫૩/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

પકડાયેલા આરોપીઓ

1. મનોજકુમાર સતબીર રોશનલાલ સ્વામી (ઉ.વ. ૩૩), રહે. લોહારુ, જી. ભિવાની, હરિયાણા

2. અજીતસિંહ રાજેશ ભરતસિંહ રણવા (જાટ) (ઉ.વ. ૨૭), રહે. ધાણી મનસુખ, લોહારુ, જી. ભિવાની, હરિયાણા

બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વોન્ટેડ

વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર હરિયાણાનો રોબીનભાઈ યાદવ તથા અમદાવાદ ખાતે દારૂ મંગાવનાર તેના સાગરીતની શોધખોળ ચાલુ છે.

શામળાજી પોલીસની આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Back to top button
error: Content is protected !!