MORBI:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સ્વ.ભાવેશભાઈ પ્રવિણભાઈ અઘારા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા પરિવારજનો

MORBI:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સ્વ.ભાવેશભાઈ પ્રવિણભાઈ અઘારા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા પરિવારજનો
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવા માં આવી રહ્યો છે ત્યારે મોરબી ના સ્વ.ભાવેશભાઈ પ્રવિણભાઈ અઘારા ની તૃતિય માસિક પૂણ્યતિથી નિમિતે તેમના આત્મા ના શાંતિ અર્થે વર્ષાબેન ભાવેશભાઈ અઘારા, પ્રિન્સીબેન ભાવેશભાઈ અઘારા, કાવ્યભાઈ ભાવેશભાઈ અઘારા સહીતના પરિવારજનો દ્વારા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ તકે મોરબી જલારામ ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ,ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, સુનિલભાઈ પુજારા, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, મનોજભાઈ ચંદારાણા, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, મનિષભાઈ પટેલ સહીતના અગ્રણીઓએ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.







